Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : ટ્રક અડફેટે આવતાં મોઘવાણ ગામનાં ઈસમનું મોત

  • January 27, 2022 

સુર્યવંશી મનિષા/વ્યારા : વ્યારા તાલુકાનાં સરૈયા ગામનાં સીમમાંથી પસાર થતો સરૈયાથી બંધરપાડા તરફ જતા રોડ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોચતા તેમનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાનાં મોઘવાણ ગામનાં વડખુટ ફળિયામાં રહેતા 57 વર્ષીય મીરાભાઈ જમશાભાઈ ગામીત જેઓ મંગળવારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/19/એન/6223 લઈને શાકભાજી વેચવા માટે વ્યારા ખાતે આવી રહ્યા હતા.તે સમયે સરૈયા ગામની સીમમાંથી પસાર થતો સરૈયાથી બંધરપાડા તરફ જતા રોડ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મીરાભાઈની બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો. જોકે આ અકસ્માતમાં મીરાભાઈ બેભાન થઈ ગયા હતા અને તેમને નાકમાંથી તથા દાઢીના ભાગેથી લોહી નીકળતું હતું જેથી કોઈ રાહદારીએ 108ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં ફરજ પરના ડોકટરે મીરાભાઈને મૃત જાહેર કાર્ય હતા. બનાવ અંગે મૃતકના પુત્ર જોસેફકુમારની ફરિયાદનાં આધારે વ્યારા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application