Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લીમદડા ગામે લગ્નપ્રસંગે ચોરી કરનાર 2 આરોપીને 3 માસની સાદી કેદ

  • November 22, 2021 

વ્યારા તાલુકાનાં લીમદડા ગામે એક ઘરમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન એક ઈસમો ઘરમાં ચોરી કરી ભાગવા જતા પરિવારએ ઝડપી લીધો હતો અને 2 ચોર વિરુદ્ધ કાકરાપારમાં ફરિયાદ નોંધી આરોપીની અટક કરી હતી જે કેસ વ્યારા ખાતે ચીફ જ્યૂડી કોર્ટના જજ બી.કે.દસોંદીએ ચોરીના ગુનામાં 2 આરોપીને તકસીરવાર ઠેરવી 3 માસની સાદી કેદની સજા અને ત્રણ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.બનાવની વિગત એવી છે કે, વ્યારાનાં લીમડદા ગામે ગામઠાણ ફળીયામાં રહેતા દીનુબેન ગામીત રાત્રીનાં પાડોશમાં રહેતાં સગાભાઈ દિનેશભાઇ ગમાનભાઇ ગામીતના પુત્ર અંકિતના લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે તેમના ઘરે પણ રાત્રીનાં સમયે 2 નંગ મોબાઇલ, રોકડ રકમ 2900, 1 નંગ સાડી તથા ડાઇમડનો 3 નંગ પાટલો મળી કુલ રૂપિયા 15 હજારની ચોરી થઈ હતી. જેમા એક ઇસમ નિલેશ બાબુભાઇ ગામીત (રહે.વાઘપાણી નિશાળ ફળીયુ તા.વ્યારા) નાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે રોહિત બાલાજી વાઘમરે (રહે.વૃંદાવાડી,વ્યારા) નાને પોલીસ પાછળથી દબોચી લીધો હતો. બનાવ અંગેનો કેસ વ્યારાની ચીફ કોર્ટમાં ચાલી જતા આસી.પબ્લિક પ્રોસીક્યુટર ઇકબાલ વોહરાનીની ધારદાર દલીલો અને રજુ કરેલ સક્ષમ પુરાવાને ગ્રાહ્ય રાખી ચોરટાઓમાં નિલેશ બાબુ ગામીત અને રોહિત બાલાજી વાઘમારે આ બંનેને  વ્યારા ચીફ જ્યુડી. કોર્ટનાં જજ બી. કે. દસોંદીએ ત્રણ માસની સાદી કેદ અને ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application