Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદીર ખાતે ‘રાષ્ટ્રીય ડેંગ્યુ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

  • May 16, 2024 

આજે એટલે કે તારીખ 16 મે 2024નાં રોજને ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ અંતર્ગત, બારડોલી તાલુકાનાં પ્રા કેન્દ્ર- સરભોણ, ઉમરાખ, વરાડ, મોરી, ઉવા, વાસકુઈ, વાંકાનેર અને શહેરી પ્રા.આ.કે. બારડોલી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણીનાં ભાગ રુપે તાલુકાના વિવિધ ગામો અને બારડોલી શહેરી વિસ્તારના તલાવડી, આશીયાના નગર અને જે.પી.નગરનાં અલગ-અલગ વિસ્તારમાં, ડેન્ગ્યુ રોગ અટકાયત અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જનજાગૃતી બેનર સાથે રેલી, જુથ ચર્ચાઓ, પત્રીકા વહેચણી, માઇક પ્રચાર, પોસ્ટર વગેરે કરવામાં આવી.


તાલુકાના કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં સોસાયટીઓમાં ડેન્ગ્યુ રોગ અટકાયત જનજાગૃતિ શિબીરો કરવામાં આવી, જેમાં ચોમાસા પહેલા ઘર અને ઘરની આજુબાજુ નકામા ટાયરો, ખાલી ડબ્બા, પીપ, નાળીયેરના કોચલા જેવી વરસાદી પાણી સંગ્રહ થાય તેવી વસ્તુઓની સફાઈ કરવા, ઘર વપરાશ માટેના પાણી ભરવાના વાસણો, પક્ષીકુંજ વગેરેદર અઠવાડીયે ખાલી કરીને સફાઈ કરી ફરીથી ભરવા જણાવવામાં આવ્યું જેથી ચોમાસા દરમિયાન મચ્છર ઉત્પત્તી ઘટાડી શકાય, દિવસ દરમિયાન કામગીરીના સ્થળ પર પુરતું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, સુતી વખતે મચ્છરદાની નો ઉપયોગ કરવા વગેરે જણાવવામાં આવ્યું. જેથી ડેન્ગ્યુ રોગના પ્રકોપથી બચી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News