Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં જુના મોબાઇલ ખરીદ-વેચાણ કરતા વેપારીઓએ નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે

  • May 16, 2024 

તાપી જિલ્લામાં જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનાર અને મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગે પુરૂં નામ, સરનામું ફરજીયાતપણે નોંધી નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.


આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.બોરડે એક જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લામાં જુના મોબાઇલની લે-વેચ કરતા વેપારીઓને નિયત નમૂનામાં રજીસ્ટ નિભાવવાની સૂચના આપી છે. નિયત નમૂનાના રજીસ્ટરમાં જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ મોબાઇલની વિગત/કંપની, આઇએમઇઆઇ નંબર, મોબાઇલ વેચનારનું નામ અને સરનામું તથા આઇડી પ્રુફની વિગતો નોંધવાની રહેશે. એ જ રીતે જુનો મોબાઇલ વેચતી વખતે પણ ઉપર મુજબની વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે. આ હુકમનો અમલ તા.૧૨.૦૭.૨૦૨૪ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application