તાપી જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં કોરોનાએ એક દિવસનો બ્રેક માર્યા બાદ આજરોજ એક દર્દીના મોત સાથે કોરોનાના કુલ 12 પોઝીટીવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
કોરોનાના કહેર વચ્ચે આજરોજ વ્યારામાં એક આધેડનું મોત નીપજ્યું છે. આરોગ્ય વિભાગના ડો.નૈતિકભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર વ્યારાના કાનપુરા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય આધેડને ગત તા.24મી ઓગસ્ટ નારોજ કોવિડ-19 ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ- વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિડ-19 નો રીપોર્ટ પણ પોઝીટીવ હોય. જેમનું આજરોજ એટલે કે, 29મી ઓગસ્ટ નારોજ સવારે 9:40 કલાકે મોત નીપજ્યું હતું.
જેમનું મોત મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ-ઈસ્કેમિક હાર્ટ ડિસીઝ-એક્યુટ રેસ્પાયરેટરિ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ સાથે ડાયાબિટીસ મેલાઈટીસ સાથે કોવિડ-19 ડિસીઝ હોય શકે છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 19 દર્દીઓના મોત નીપજ્યા છે. જેને લઇ પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા.29મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં વધુ 12 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં વ્યારા તાલુકામાં 6 કેસ, સોનગઢ તાલુકામાં 3 કેસ, વાલોડમાં વાલોડમાં 1 કેસ, ડોલવણમાં 1 અને ઉચ્છલમાં 1 કેસ મળી કોરોનાના કુલ 12 નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ સાથે આજદિન સુધી જીલ્લામાં કુલ 297 કેસ નોંધાયા ચુક્યા છે. તે પૈકી કોરોનાની સારવાર લઇ 230 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 48 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
તાપી જીલ્લામાં આજરોજ કોરોના ના કેસ ક્યાં-ક્યાં નોંધાયા ?? એક નજર કરીએ
(1) 28 વર્ષિય મહિલા, રામકબીર સોસાયટી-વ્યારા
(2) 42 વર્ષિય મહિલા, ટીકડી ફળિયુ,ડોલારા-વ્યારા
(3) 40 વર્ષિય પુરુષ, અરુણાચલ સોસાયટી-વ્યારા
(4) 39 વર્ષિય પુરુષ, કાપડ બજાર-વ્યારા
(5) 40 વર્ષિય પુરુષ, સુરતી બજાર-વ્યારા
(6) 24 વર્ષિય મહિલા, ફ્લાવર સીટી,કાનપુરા-વ્યારા
(7) 28 વર્ષિય પુરુષ, શ્યામ વાટીકા,ગુણસદા-સોનગઢ
(8) 60 વર્ષિય મહિલા, મચ્છી બજાર-સોનગઢ
(9) 65 વર્ષિય પુરુષ, સર્વોદય નગર-સોનગઢ
(10) 28 વર્ષિય પુરુષ, પટેલ ફળિયુ, નનસાડ-વાલોડ
(11) 29 વર્ષિય પુરુષ, દાદરી ફળિયુ,પીઠાદરા-ડોલવણ
(12) 40 વર્ષિય પુરુષ, કુંભરવાડ-ઉચ્છલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500