વ્યારાના રાયકવાડ વિસ્તારમાં રહેતો કાયસ્થ પરિવાર મહારાષ્ટ્ર શિરડી અને સપ્તસૃંગી મંદિરે દર્શનાર્થે ગયો હતો. જેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરનું તાળું તોડી રોકડા ૪,૫૧,૦૦૦ (ચાર લાખ એકાવન હજાર) અને સોના- ચાંદીના દાગીના રૂપિયા ૨,૧૮,૦૦૦ (બે લાખ અઢાર હજાર) મળી કુલ રૂપિયા ૬.૬૯ લાખની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
સહપરિવાર સાથે શિરડી ખાતે દર્શન કરવા માટે નીકળ્યા હતા
વ્યારા રાયકવાડ વિસ્તારમાં રહેતો (ઉ.વ.૪૧) હિતેશભાઈ ભરતભાઈ કાયસ્થ પરિવાર સાથે રહે છે અને તેઓ ધંધો-વેપાર અને એનજીઓ ચલાવે છે. હિતેશભાઈ કાયસ્થ તેમના પરિવાર સાથે તા.૧૭મી જુન નારોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેમની ફોર વ્હીલ ગાડીમાં સહપરિવાર સાથે શિરડી ખાતે દર્શન કરવા માટે નીકળ્યા હતા. અને તેઓ તારીખ ૧૮મી જુન નારોજ મળશ્કે શિરડી પહોચી ગયા હતા અને ત્યાંથી દર્શન કરી શનિદેવ અને ત્યારબાદ નાસિક પંચવટી ખાતે દર્શન કરવા નીકળ્યા હતા.
સપ્તસૃંગી પહોંચી રાત્રી રોકાણ કર્યું હતું
અને તેઓ રસ્તામાં હતા તે સમયે હિતેશભાઈના મોબાઈલ ફોન પર તેમના ચૈતાલીભાભીનોફોન આવેલો અને કહેલ કે, સુરત તેમના પિતરાઈ ભાઈના છોકરાને ત્યાં શ્રીમંતનો કાર્યક્રમ હોવાથી તેઓ મનિષ સાથે સુરત જઈએ છીએ અને ઘરની ચાવી હિરેનભાઈને ત્યાં આપી જઈએ છે તેવું કહેલ, ત્યારબાદ હિતેશભાઈ સહપરિવાર સાથે પંચવટી ખાતે દર્શન કરી સપ્તસૃંગી પહોંચી રાત્રી રોકાણ કર્યું હતું.
સપ્તસૃંગી દર્શન કરી નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન કાકાએ ઘરમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું
બીજા દિવસે એટલે કે આજરોજ તા.૧૯મી જુન રોજ સવારના સપ્તસૃંગી દર્શન કરી નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન પોણા નવેક વાગે કાકા દિલીપભાઈ ચીમનભાઈ કાયસ્થનો ફોન આવેલ અને તેમણે હિતેશભાઈને કહ્યું હતું કે,તમારા ઘરનું તાળું તૂટેલું ને દરવાજો ખુલ્લો છે અને ઘરમાં મુકેલ કબાટો પણ ખુલ્લા છે તેમજ કબાટનો સરસામાન વેર વિખેર પડ્યો છે. ઘરમાં ચોરી થઇ છે. વિગેરે ફોન પર જણાવ્યું હતું.
બનાવ અંગે આજરોજ હિતેશભાઈ ભરતભાઈ કાયસ્થએ પોલીસ મથકે ફરિયાદ આપતા વ્યારા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500