વ્યારામાં જીવદયા પ્રેમીઓએ જીવના જોખમે એક અતિ ઝેરી પ્રજાતિના સાપને પકડી તેનો જીવ બચાવ્યો છે, આ ઝેરી સાપ વ્યારાથી ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો.
વ્યારાની જીવદયા પ્રેમી સંસ્થા એ ગંભીર રીતે ઘાયલ અતિ ઝેરી સાપ રસલ વાઈપર નો જીવ બચાવ્યો છે. ગતરોજ અજાણ્યા વાહન નીચે આવી જતા ઝેરી સાપના પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેની જાણ વ્યારાની જીવદયા પ્રેમીના સભ્યોને થતા સાપને રેસ્ક્યુ કરીને વ્યારા પશુ દવાખાને લઈ ગયા હતા, જ્યાં હાજર ડોકટરોએ અને જીવદયા પ્રેમીના સભ્યોએ ઝેરી સાપનું સફળ ઓપરેશન કર્યું હતું.
ઝેરી સાપ હોવાથી ડોક્ટરો અને જીવદયા પ્રેમીઓને ભારે મુશ્કેલીઓની સાથે જીવનું જોખમ હતું, પરંતુ તેમણે પોતાના જીવની ચિંતા કર્યા વિના એક મૂંગા જીવને બચાવવાની કામગીરી કરી હતી, હાલ આ ઝેરી સાપને વ્યારા વન વિભાગના કમ્પાઉન્ડમાં દેખરેખ હેઠળ રખાયો છે. તાપી જિલ્લામાં અતિઝેરી સાપના ઓપરેશનની પ્રથમ ઘટના બનવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500