સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં યુવા અજે વયોવૃધ્ધ મતદારોએ ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા હતા. અબ્રામામાં રહેતા જેનીશ પટેલે મતદાન કરવાં અબ્રામા કન્યાશાળાના મતદાન મથક પર પહોંચી ત્યારે ખુબ જ ખુશી વ્યકત કરતાં કહ્યું હતું કે, ‘લોકશાહી દેશમાં મતદાન કરવું એ માત્ર આપણી ફરજ જ નથી, પરંતુ દેશના નાગરિક તરીકે જવાબદારી છે.
જો પાંચ વર્ષમાં એક વાર મતદાનની ફરજ પણ ન અદા કરી શકીએ તો શિક્ષિત હોવાનો શો અર્થ...?’ હાંસાપોર પ્રાથમિક શાળાના બુથ પર મતદાન માટે સુધાબેન રાઠોડે જણાવ્યું હતું કે, આજ સુધીની તમામ વિધાનસભા-લોકસભા-પંચાયત સહિતની તમામ ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કર્યું છે. લોકશાહીમાં મતદાન કરવું એ જાગૃત્ત નાગરિક તરીકે આપણી ફરજ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500