તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોને મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઉદભવે તેવા આશય સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી દ્વારા હેલ્પલાઈન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરાયેલી આ સુવિધાનો મોટી સંખ્યામાં મતદાતાઓએ લાભ લીધો હતો.
તાપી જિલ્લામાં લોકશાહીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મતદારોએ સમાજના જવાબદાર નગરિકની જેમ આગળ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અશક્ત-દિવ્યાંગ-વયોવૃદ્ધ મતદારો માટે ૧૫ રૂટ પર ૧૫ સક્ષમ રથ નક્કી કરાયા હતા. જેની મદદથી આવા મતદારોને મતદાન મથક સુધી પહોંચવામાં સરળતા મળી હતી. આ સુવિધાને નાગરિકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
માત્ર એક ફોન કોલથી જ મતદારોને મદદ તથા સુવિધા ઉપલબ્ધ કરાવવા સક્ષમ રથ ઘરઆંગણે આવી જતા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોમાં મતદાન કરવાનો એક અનેરો ઉમંગ જોવા મળ્યો હતો.દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ ઘરે બેઠા પીક અપ અને ડ્રોપ આઉટ ફેસેલીટી સુવિધાની ખુબજ પ્રશંસા કરી હતી.
૨૩ બારડોલીમાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર મતવિસ્તારમાથી દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો દ્વારા સક્ષમ એપ પર કુલ ૦૮, વ્હિલચેર માટે કુલ ૩૩૯, તેમજ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા શરૂ કરેલ હેલ્પલાઇન પર કુલ ૧૨૧ ફોનકોલ્સ આવ્યા હતા. જેને ચૂંટણી તંત્ર દ્વારા ક્વિક રિસ્પોન્સ આપીને મદદ માટે તત્પર રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500