તાપી જિલ્લાના નાગરિકોએ આગળ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકતંત્રની ઉજવણીમાં સહભાગી થયા હતા. યુવાવર્ગ, વડીલો, દિવ્યાંગો, અશક્ત-વયોવૃદ્ધ મતદાર સહિત મહિલાઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે મહિલા મતદારો પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧ વ્યારા અને ૧૭૨ નિઝર વિધાનસભા મતવિસ્તારમાં મહિલા સંચાલિત ૧૪ સખી મતદાન મથકો ફાળવવામાં આવ્યા હતાં.
સખી મતદાન મથકો પર 70 જેટલી મહિલા કર્મીઓની નિમણૂંક કરાઈ હતી. તેમજ બુથ ઉપર મહિલા પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા આ મતદાન મથક પર ધાત્રી માતા પોતાના બાળક સાથે આવે ત્યારે તેમને કોઈ પણ અવગડ ન પડે તે માટે ખાસ ઘોડીયા (હિંચકા) ની વ્યવસ્થા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, મતદાન મથકના સ્થળે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, ભારે તાપથી રક્ષણ માટે છાંયડો, મેડિકલ તેમજ પોલીસની ટીમ મતદારોની મદદ, મુંઝવણ અને સમસ્યાના નિરાકરણ માટે ખડેપગે ફરજ પર તૈનાત હતા. મહિલા કર્મીઓએ કુશળતા પૂર્વક અને શ્રેષ્ઠ કામગીરી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500