Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં મતદારયાદી સુધારા ઝુંબેશ શરૂ

  • November 01, 2021 

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમા ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના પોતાની મતદારયાદીમા સુધારા કરવા માટે બહોળા પ્રમાણમા માર્ગદર્શન મેળવી શકે તે હેતુસર, કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી એમ.સી.ભુસારા દ્વારા “મતદારયાદી સુધારાના સંદર્ભે વિવિધ કાર્યક્રમો” હાથ ધરવામા આવી રહ્યા છે. તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધી હાથ ધરવામા આવનાર આ કાર્યક્રમો અંતર્ગત તા.૧૪/૧૧/૨૦૨૧, તા.૨૧/૧૧/૨૦૨૧, તા.૨૭/૧૧/૨૦૨૧ તથા તા.૨૮/૧૧/૨૦૨૧ના દિવસો દરમિયાન મતદારયાદી સુધારણા માટે ખાસ ઝુંબેશના કાર્યક્રમ હાથ ધરવામા આવશે.

 

 

 

 

 

 

આ ઝુંબેશના દિવસો દરમિયાન મતદારોને સંદેશો મળી રહે તે હેતુસર ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ, કોલેજો, આઇ.ટી.આઇ કક્ષાએ રેલીઓ, રંગોળી, નાટકો, ચિત્ર સ્પર્ધાઓ તથા કચેરી, જાહેર સ્થળોએ પોસ્ટરો, બેનરો દ્વારા મતદારયાદી સુધારણાની બહોળી પ્રસિદ્ધિ કરવામા આવી રહી છે. ઉપરાંત ગત તા.૨૮/૧૦/૨૦૨૧ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આહવા જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી દ્વારા તમામ ELC કલબ્સના નોડલ અધિકારીઓ, આચાર્યઓની "મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા" અંગેની બેઠક રાખવામા આવી હતી, જેમા મતદારયાદી સુધારા અંગે વિવિધ પ્રવૃતિઓ યોજી મતદારોને સંદેશા પાઠવવાની ચર્ચા કરવામા આવી છે. વધુમા આ કામગીરી ઘર બેઠા પણ કરી શકાય તે માટે www.nvsp.in અને www.ceogujarat.gov.in વેબ સાઇટ, Voter Helpline એપ તથા ટેલિફોન હેલ્પલાઇન ૧૯૫૦ના માધ્યમોથી મતદારોને માહીતગાર કરવા માટેની સુવિધાઓથી વાકેફ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામા આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application