Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ : ભારત સરકાર ના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા યોજાયો મતદાતા જાગૃતિ કાર્યક્રમ

  • April 30, 2024 

લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં જનભાગીદારી વધારવા તેમજ વધુમાં વધુ મતદારો પોતાનો કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવા માટે ભારતમાં સર્વત્ર મતદાતા જાગૃતિ અભિયાન મોટા પાયે ચાલી રહ્યું છે ત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રિય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત નાટ્ય પ્રસ્તુતિ, પ્રશ્નમંચ સ્પર્ધા, પત્રિકા વિતરણ જેવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા વિશેષ જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.


આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર તાલુકાના અમરપુરા, રણાવાસ તેમજ અન્ય ગામોમાં શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર દ્વારા નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં મનોરંજક અંદાજમાં લોકોને મતદાન દિવસે અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે ભારત દેશના એક જવાબદાર નાગરિક તરીકે ઉપસ્થિત સૌ લોકો એ મતદાન પ્રતિજ્ઞા પણ લીધી હતી અને સૌ ગામ લોકોને મતદાન દિવસે પૂરેપૂરું મતદાન કરવા સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવતા કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે પ્રશ્નમંચ સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા મતદારોને ચૂંટણી સબંધી પ્રશ્ર્નો પૂછી સાચો જવાબ આપનારને યોગ્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. મતદાતા જાગૃતિ કાર્યક્રમ દ્વ્રારા વિવિધ ઉંમરના મતદાતાઓ તેમજ ગામના નાગરિકોને 100% મતદાન કરવા માટે પોતાના સકારાત્મક પ્રતિભાવો વિડિયો સંદેશના માધ્યમ થી આપ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કરતા કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારી જે. ડી ચૌધરીએ  બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં "મતદાતા જાગૃતિ કાર્યક્રમ"ના માધ્યમથી સૌ મતદાતાઓને પોતાના વિસ્તારમાં અચૂકપણે સંપૂર્ણ મતદાન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમ ગ્રામજનો સાથે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ આગેવાનો, સમાજસેવી સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application