Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં મુખ્ય મથક ખાતે સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી યોજાઇ

  • November 12, 2022 

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી૨૦૨૨ની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં તાપી જિલ્લા સહિત વિવિધ જિલ્લાઓમાં આગામી ૧લી ડિસેમ્બર, ૨૦૨૨નાં રોજ પ્રથમ તબક્કોનું તેમજ પમી ડિસેમ્બર,૨૦૨૨નાં રોજ બીજા તબક્કાનુ મતદાન યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ મતદાન થાય, સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે મતદાનના દિન સુધી સમગ્ર રાજ્યમાં સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત અવેરનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.


જેના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લામાં નાગરિકોને જાગૃત કરવા સ્વીપ પ્રવૃતિઓ અન્વયે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાનાં મુખ્ય મથક ખાતે સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરાવી હતી. જેમાં કે.કે.કદમ કન્યા વિદ્યાલય, જે.બી.એન્ડ એસ.એ હાઇસ્કુલ અને કે.બી પટેલ સ્કુલ મળી 1500થી વધુ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા.


આ રેલી દ્વારા જાહેર જનતાને અને ખાસ યુવા યુથને જાગૃત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આમ તાપી જિલ્લામાં સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત જુદા-જુદા પ્રકારની જનજાગૃતિની પ્રવૃતિઓ સરાહનીય રીતે કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ તાપી વાસીઓને સંદેશો આપતા જાણાયું હતું કે, લોકશાહીનાં અવસર પર વિધાનસભા સામાન્ય ચુંટણી-2022માં તાપી જિલ્લામાં પ્રથમ ચરણ એટલે કે 1લી ડિસેમ્બર-2022નાં રોજ મતદાન યોજાવાનું છે.

ત્યારે આ લોકશાહીનાં પાવન અવસરને લોકો સુધી પહોચડવા અને મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે જેમાં કે.કે.કદમ કન્યા વિદ્યાલય, જે.બી.એન્ડ એસ.એ હાઇસ્કુલ અને કે.બી પટેલ સ્કુલ મળી 1500થી વધુ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાઇને મતદાન જાગૃતિ માટેનો સંદશો આપ્યો છે. વધુમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓ ખાસ કરીને  યુવા મતદારોને આકર્ષિત કરશે. અને સૌ તાપી નગરવાસીઓને 1લી ડિસેમ્બરે મતદાન કરવા માટે જાહેર અપિલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application