ગિરિમથક સાપુતારા ખાતે આવતા સહેલાણીઓને eFIR તથા સાયબર ક્રાઇમથી સચેત રહેવા અંગે ડાંગ પોલીસ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા ખાતે આયોજિત "મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩" કાર્યક્રમમાં રોજે રોજે દુરસુદુરથી ખુબ જ મોટી સંખ્યામાં પર્યટકો, સહેલાણીઓ આવતા હોય છે. આ કાર્યક્રમ નિહાળવા આવતા પ્રવાસીઓને ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વાહન ચોરી, અને મોબાઇલ ચોરી અંગે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી e-FIR એપ્લીકેશન અંગે જાણકારી આપવા સાથે નિદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રજાજનો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે અંગે પણ નાયબ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન તેમજ સહયોગ હેઠળ, તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર, અને સાપુતારાનાં પોલીસ સબ ઇન્સપેક્ટર સહિત, ડાંગ જિલ્લાનાં પોલીસ જવાનો દ્વારા, વાહન કે મોબાઇલ ચોરી થાય તો નજીકના પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવા પ્રજાજનોએ જવું ન પડે, અને આવા બનાવોનો ભોગ બનનારને વધુ કોઈ અગવડતા ન પડે, તથા તેઓ ઘરે બેઠા જ પોતાના મોબાઇલ કે કોમ્પ્યુટર દ્વારા e ફરિયાદ આપી શકે તે માટે eFIR એપ્લીકેશનના ઉપયોગ અંગેની સમજ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500