રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 7 વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 70 રનની ઇનિંગ રમીને RCBને IPL 2024માં ત્રીજી જીત અપાવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે બેંગલુરુની ટીમે 18 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. RCBની શરૂઆત સારી રહી હતી, પરંતુ ફાફ ડુપ્લેસીસ 12 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો.
અહીંથી વિરાટ કોહલી અને વિલ જેક્સ વચ્ચે 166 રનની પાર્ટનરશિપ થઈ હતી જેણે ગુજરાતની બોલિંગની કમર તોડી નાખી હતી. ફાફ ડુ પ્લેસિસના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને વિલ જેક્સે આક્રમક બેટિંગ કરી હતી. પ્રથમ 10 ઓવરમાં ટીમે 1 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે આ બાદની 5 ઓવરમાં કોહલી અને જેક્સે મળીને 79 રન બનાવ્યા, જેના કારણે 15 ઓવર પછી RCBનો સ્કોર 177 રન થઈ ગયો. અને જેકસે છેલ્લા બોલે છગ્ગો ફટકારી પોતાની સદી પૂરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application