Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

IPL 2024માં સૌથી પહેલા 200 રનનો આંકડો પાર કરનાર બેટ્સમેન વિરાટ કોહલી

  • April 04, 2024 

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલની 17મી સીઝનમાં વિરાટ કોહલીએ સૌથી પહેલા રન મામલે બેવડી સદી પુરી કરી લીધી છે. તે આઈપીએલ 2024માં સૌથી પહેલા 200 રનનો આંકડો પાર કરનાર બેટ્સમેન બન્યો છે. તો ઓરેન્જ કેપ પર વિરાટનો કબ્જો છે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગ તેનાથી પાછળ છે. ટોપ-5માં નિકોલસ પુરન અને ક્વિંટન ડિકૉકે એન્ટ્રી કરી લીધી છે. તેમજ લખનૌ સુપર જાયન્ટસના મયંક યાદવે પર્પલ કેપની રેસમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આઈપીએલ 2024ની ઓરેન્જ કેપ હાલમાં 203 રનની સાથે વિરાટ કોહલી પાસે છે.


જ્યારે બીજા નંબર પર રિયાન પરાગ છે. તેમણે આરઆર માટે 3 મેચમાં 181 રન બનાવ્યા છે. તો ત્રીજા નંબર પર હેનરિક ક્લાસેન છે. જે 3 મેચમાં 167 રન બનાવી ચુક્યો છે. ચોથા નંબર પર લખનૌ સુપર જાયન્ટસનો નિકોલસ પુરન આવી ગયો છે. જે 146 રન 3 મેચમાં બનાવી ચુક્યા છે. જ્યારે ક્વિંટન ડિકોકે પાંચમા સ્થાન પર કબજો કર્યો છે. તેમના 139 રન છે.  જો પર્પલ કેપની વાત કરીએ તો આના પર ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર મુસ્તફિઝપુર રહમાનનો કબજો છે. જે 3 મેચમાં 7 વિકેટ લેવામાં સફળ થયો છે. પરંતુ લખનૌ સુપર જાયન્ટસના મયંક યાદવની ધમાકેદાર એન્ટ્રીથી યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડ્યો છે.


મયંકે 2 મેચમાં 6 વિકેટ લીધી છે, જ્યારે આટલી જવિકેટ3-3 રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન મોહિત શર્મા અને દિલ્હી કેપિટ્લસના બેટ્સમેન ખલીલ અહમદ છે. વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન બાદ પણ આઈપીએલના પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાલત ખરાબ છે. આરસીબીની ટીમે આઈપીએલ 2024માં 4 મેચ રમી છે. જેમાંથી 3માં હાર મળી છે,આરસીબી પોઈન્ટ ટેબલમાં 2 અંક સાથે નવમાં સ્થાને છે. આપણે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો તે સૌથી નીચે છે.રાજસ્થાન રોયલ્સે જીતની હૈટ્રિક લગાવી પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પહોંચી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News