Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હરિયાણામાં હિંસા : 22 એફઆઈઆર,15 લોકોની ધરપકડ

  • August 02, 2023 

હરિયાણાના મેવાત જીલ્લાના નૂંહ અને ગુરુગ્રામ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા બાદ તણાવનો માહોલ છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ અને કેન્દ્રીય દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન, પોલીસે જણાવ્યું છે કે નૂંહમાં હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 22 એફઆઈઆર નોંધવામાં આવી છે. હિંસાના સંબંધમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


નૂંહના પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 22 FIR નોંધવામાં આવી છે.15 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 150થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.31 જુલાઈના રોજ નૂંહમાં એક સરઘસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.નૂંહમાં થયેલી હિંસામાં બે હોમગાર્ડ સહિત પાંચ લોકોના મોત થયા છે.50થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય લોકો ઘાયલ થયા છે.નુહ જિલ્લામાં 2 ઓગસ્ટ સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.


હિંસાની આગ પડોશી જિલ્લાઓ સુધી પહોંચી છે. ગુરુગ્રામમાં હિંસક ટોળાએ એક મસ્જિદને આગ લગાડી હતી, જેમાં મસ્જીદના ઈમામનું મોત થયું હતું. તણાવના કારણે રેવાડી, ગુરુગ્રામ અને સોનીપત સહિત 6 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 2 ઓગસ્ટે યોજાનારી નુહમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.નૂંહમાં હિંસા બાદ ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓના પોલીસ તંત્રને રાત્રિ પેટ્રોલિંગ વધારીને એલર્ટ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મથુરા, આગ્રા, ફિરોઝાબાદ, સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, હાપુડ, અલીગઢ, શામલી અને ગૌતમ બુદ્ધ નગર પોલીસને વિશેષ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે રાજસ્થાનના ભરતપુરમાં પણ પોલીસ એલર્ટ પર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News