સોનગઢ નગરમાં પરપ્રાંતીય ઈસમોનો જમાવટો વધ્યો છે,ધંધો-રોજગારની શોધમાં અન્ય રાજ્યમાંથી આવી મોટેભાગના પરપ્રાંતીય ઇસમો નગરમાં વસવાટ કરવા લાગ્યા છે, સગા-સબંધીઓ અથવા મિત્રોના ઘર ન હોય તો ભાડેથી મકાન મેળવી રહેતા થયા છે,જોકે આવા લોકોની હિસ્ટ્રી સ્થાનિક પોલીસ પાસે રહેતી નથી,આ મામલે શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે આ બાબતે જિલ્લા એસ.ઓ.જી તથા એલસીબી તપાસ હાથ ધરે તે પણ જરૂરી બન્યું છે.
મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલ તાપી જિલ્લાનું સોનગઢ તાલુકો,સોનગઢનગર સહિતના આસપાસના ગામોમાં ધંધો-રોજગારની શોધમાં અન્ય રાજ્યમાંથી આવી મોટેભાગના પરપ્રાંતીય ઇસમો વસવાટ કરવા લાગ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે, જેમને રહેવા માટે કોઇપણ પ્રકારની દસ્તાવેજી પ્રક્રિયા કર્યા વિના મકાનો માલિકો પોતાનું મકાન ભાડેથી આપી દેતા હોય છે,તે એક તપાસનો વિષય બન્યો છે, જોકે આ મામલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે,જેમાં તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો આ માટે ખાસ સત્તા આપેલી હોય તેવી વ્યક્તિઓએ મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપે ત્યારે તેઓએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકતિને આવી મિલ્કત ભાડે આપી શકશે નહિં. ભાડે આપવાના હોય તેવા એકમોની વિગત,ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નિયત નમૂનામાં જે તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપવાની રહેશે.એટલું જ નહીં આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
આ બાબતને ગંભીરતા લઇ પોતાના બાતમીદારોની મદદથી જિલ્લા એસઓજી તથા એલસીબી દ્વારા તપાસ ધરવામાં આવે ગેરકાયદેસર રીતે મકાનો-દુકાનો ભાડે આપનારા માલિકોની એક લાંબી લીસ્ટ મળી આવશે. ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ બદલ સોનગઢનગરમાં કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારા દિવસોમાં જ જોવાનું જ રહ્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500