વાલોડ તાલુકાના ભીમપોર ગામના યુવકના મોત મામલે પોલીસ કોઇ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપો સાથે યુવકની લાશને લઇ ગ્રામજનો તથા પરીજનો પોલીસ સ્ટેશને પહોંચતા મમાલ ગરમાયો હતો.
વાલોડના રાનવેરી ગામની સીમમા વાલોડ કણજોડ માર્ગો પર મોટર સાઇકલ નંબર. જીજે/૨૬/એએ/૬૫૦૭ પર બેસી ભીમપોર ગામનો યુવક રાહુલભાઈ ભંગીયાભાઈ ગામીત ઘરે પરત આવી રહ્યો હતો. તે દરમિયાન રાનવેરી ગામ પાસે એક આઈશર ટેમ્પો નંબર જીજે/૦૫/બીવી/ ૬૪૯૭ ના ચાલકે બાઈક ચાલક યુવકને અડફેટમાં લેતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર માટે વાલોડ અને ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ - સુરત ખાતે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
જે અંગે સુરત પોલીસે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ મથકે મોકલી આપી હતી. તે દરમિયાન દરમિયાન ગ્રામજનોને પોલીસની કામગીરીથી અસંતોષ થતા તથા ટેમ્પો ચાલકને છાવરી રહ્યાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભીમપોર થી યુવકના મૃતદેહ સાથે વાલોડ પોલીસ મથકે પહોંચી ભારે હંગામો મચાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500