ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે વિક્રમ લેન્ડર સંપૂર્ણ પણે તૈયાર છે. ચંદ્રયાનનાં ચંદ્રની સપાટી પર ટૂંક સમયમાં લેન્ડ થવાનું છે. ચંદ્રયાન-3નું લેન્ડર તારીખ 23 ઓગસ્ટે 2023નાં રોજ સાંજે 6 વાગ્યા બાદ ચંદ્રની સપાટી પર લેન્ડ કરી શકે છે. આ દરમિયાન ચંદ્રયાન-3એ ચંદ્રની નવી લેટેસ્ટ તસવીરો મોકલી હતી. જોકે રવિવારે જ વિક્રમ લેન્ડરનું બીજી વખતનું ડિબૂસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું હતું. હવે લેન્ડર અને ચંદ્ર વચ્ચે ફક્ત 25 કિ.મી. જેટલું જ અંતર રહી ગયું છે. આ દરમિયાન ઇસરોએ લેન્ડર વિક્રમ દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવી તસવીરો જાહેર કરી છે.
આ તસવીરો ખૂબ જ નજીકથી લેવામાં આવી છે. ઈસરો દ્વારા જારી કરાયેલી તસવીરોમાં અલગ અલગ સપાટી જોવા મળી રહી છે. જેને નોટ કરવામાં આવી રહી છે. ચંદ્રની સપાટી પર લેન્ડ થયા બાદ રોવર કુલ 14 દિવસ સુધી રિસર્ચ કરશે અને માહિતી એકઠી કરશે. રોવર પ્રજ્ઞાનનું આયુષ્ય ચંદ્રના એક દિવસ બરાબર એટલે કે 14 દિવસનો રહેશે. રોવર ચંદ્ર પર એલ્યુમિનિયમ, સિલિકોન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ટાઈટેનિયમ, કેલ્શિયમ અને આયરન સંબંધિત માહિતીઓ એકઠી કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500