Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિકાસ સપ્તાહની ઉજવણી : પોલીસ બેન્ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળી, ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્યું

  • October 12, 2024 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે શાસન ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રી થી વડાપ્રધાન સુધીની સફરમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ રહ્યું છે. ૨૩ વર્ષની વણથંભી વિકાસયાત્રા વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા.૦૭ થી તા.૧૫ ઓકટોબર-૨૦૨૪ સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે તા. ૧૧ ઓકટોબરને શુક્રવારે સવારે ૯ કલાકે વિકાસ પદયાત્રા-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું.


નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને રાષ્ટ્રીય શાસન હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની ૨૩ વર્ષની ઐતિહાસિક સફરની ગાથાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ પદયાત્રા હાલર ચાર રસ્તા, આઝાદ ચોક થઈને સ્ટેડિયમ રોડ પરથી પસાર થઈ મોંઘાભાઈ હોલ ખાતે પહોંચી હતી. જેમાં સરકારી ખાતાના અધિકારીઓ- કર્મીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ગણેશ મંડળો, ઈસ્કોન સંપ્રદાયના ભક્તો સહિતના લોકો જોડાયા હતા. ઘોડેસવાર પોલીસ અને પોલીસ બેન્ડની સૂરાવલીએ સમગ્ર શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું. વિકાસ પદયાત્રામાં દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓ ડોકટર, વકીલ, એન્જિનિયર, પોલીસ, ન્યાયધીશ, સાયન્ટીસ્ટ સહિતની વેશભૂષામાં જોવા મળ્યા હતા. આ સાથે જ શહેરના મુખ્ય માર્ગો પર એક ભારત, શ્રેષ્ઠ ભારત, મારા સ્વપ્નનું વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ભારતની મારી કલ્પના, વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત, સુશાસન થકી વિકાસ, શાંતિ, સેવા અને સમૃધ્ધિસભર ગુજરાત અને વિકાસનું ધ્યેય રાષ્ટ્ર પ્રથમ સહિતના પ્લેકાર્ડ સાથે જન જન સુધી વિકાસનો સંદેશ ગુંજતો કર્યો હતો. વિકાસ પદયાત્રા સમગ્ર રૂટ પર શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application