Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવા પોલીસ વડા તરીકે 1989 બેચનાં IPS અધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો

  • February 01, 2023 

ગુજરાતનાં નવા પોલીસ વડા આશિષ ભાટીયા નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે નવા પોલીસ વડા તરીકે 1989 બેચનાં IPS અધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ ચાર્જ સંભાળી લેશે. નવા DGP માટે 3 IPS અધિકારીઓ હતા. જેમાં સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરનાં નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે.




વિકાસ સહાય 1989 બેચનાં IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરનાં ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષા શક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી હતી.






અગાઉ વિજય રૂપાણીની સરકાર વખતે પેપર લીકને કારણે ભરતી બોર્ડનાં ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા ઉપર આવ્યા છે. જોકે અત્યારે તેઓ ઈન્ચાર્જ DGP તરીકે જ જવાબદારી સંભાળશે. આજે આશિષ ભાટીયાનો પણ કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટીયાને 6 માસનું એક્સટેન્શન અપાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application