Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિજય થલાપતિને માથા અને હાથ પર ઈજા થઈ, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

  • April 27, 2024 

સાઉથ સ્ટાર વિજય થલાપતિ પોતાની ફિલ્મો દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે.સુપરસ્ટારનો ચાહક વર્ગ ખુબ મોટો છે. પરંતુ હવે થલાપતિ વિજય પોતાની ફિલ્મ સફરને બ્રેક આપી રાજનીતિમાં પોતાનો સમય આપશે. પરંતુ આ વચ્ચે તેની સાથે જોડાયેલા એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેનાથી સૌ કોઈ પરેશાન છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેતાના હાથ અને માથામાં ઈજા જોવા મળી રહી છે. થલાપતિ વિજય હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમના શૂટિંગમાં વ્યસ્ત છે.


તાજેતરમાં જ અભિનેતા તેની ફિલ્મ 2004ની હાઈ-ઓક્ટેન બ્લોકબસ્ટર ગિલીના નિર્માતાઓને પણ મળ્યો, જે તાજેતરમાં થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ ફિલ્મ ફરી રિલીઝ થવાના ખાસ અવસર પર થલાપતિ વિજયને આમંત્રણ આપ્યું હતું. ફિલ્મને મળી રહેલા સારા એવા પ્રતિસાદને કારણે અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજયને ફુલનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં સૌનું ધ્યાન તેના હાથ પર પડ્યું છે. હાથમાં ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. થલાપતિ વિજયને આ ઈજા ફિલ્મ GOATના શૂટિંગ દરમિયાન થઈ હતી. એક ચાહકે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર લખ્યું થલાપતિ અન્નાના હાથમાં ઈજા થઈ છે. એક લખ્યું #GOATના શૂટિંગ દરમિયાન થલાપતિ વિજયના હાથમાં ઈજા જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application