સેલવાસ ખાતે રેલવે વિભાગ દ્વારા રેલવેની એક બુકિંગ ઓફિસ કાર્યરત છે. ત્યારે ટિકિટ બુકિંગ ક્લાર્ક દ્વારા એડવાન્સમાં ટિકિટ બુકિંગ કરી રેલવેના ગ્રાહકોને બ્લેકમાં ટિકિટનું વેચાણ કરતો હોવાની ફરિયાદ મુંબઈ રેલવે વિજિલન્સની ટીમને મળી હતી. જે ફરિયાદનાં આધારે વિજિલન્સની ટીમ ચેકિંગ કરવા મુંબઈથી વાયા ભીલાડ થઈ રિક્ષા મારફતે સેલવાસ રેલવે ટિકિટ બુકિંગ ઓફિસ ખાતે પહોંચી હતી. વિજિલન્સ ટીમના ચાર ઓફિસર સેલવાસની રેલવે બુકિંગ સેન્ટરમાં દાખલ થઈ ગયા હતા.
ત્યારબાદ તેઓએ સ્ટાફની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન રેલવે બુકિંગ ઓફિસમાં ઉપસ્થિત એક કર્મચારીની બેગમા ૪૫૦૦ની કિંમતની બે ટિકિટ, મોબાઈલ ફોનની ફાઈલથી ૧ લાખથી વધુ લાઈવ ટિકિટ અને કેસ કાઉન્ટરમાંથી હિસાબ સિવાયના વધારાના રૂપિયા ૧૨૦૦ રૂપિયા મળી આવ્યા હતા. આમ, રેલવેના ટિકિટ બુકિંગ કર્મચારીને રેલવે ટિકિટનું બ્લેકમાં વેચાણ કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ દાદરા નગર હવેલીના પ્રશાસનને થતા તેમણે કર્મચારીને નોકરીમાંથી છૂટો કરી દીધો હતો. આ કર્મચારીની વિજિલન્સની ટીમે પૂછપરછ હાથ ધરતા બુકિંગ કાઉન્ટર ઉપર ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા રહેલા ગ્રાહકો પાસેથી ફોર્મ લઈને બુકિંગ ક્લાર્ક પહેલા પોતાના લાભના ફોર્મ ઉપર રાખી ટિકિટ રિઝર્વેશન કરી લેતો હોય, લાઈનમાં ઊભેલા ગ્રાહકોને રિઝર્વેશન ટિકિટ મળી શકતી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application