Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોલેજ પાસે હુક્કાબારમાં વિજિલન્સના દરોડા, પોલીસની ભૂમિકા શંકાસ્પદ

  • September 18, 2022 

અમદાવાદ શહેરમાં આવેલ ગુજરાત કોલેજ પાસે આવેલ TCS હુક્કાબારમાં ગઈકાલ રાત્રે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં વિજિલન્સે બે મહિલાઓ સહિત 20 લોકોને હુક્કાની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. ટીમે હુક્કાબારમાં લગાવવામાં આવેલ તમામ સીસીટીવી કેમેરા અને ડીઆરઆઈ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



શહેરમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં બેફામ હુક્કાબાર ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાત કોલેજ પાસે TCS હુક્કાબારમાં બાતમીના આધારે વિજિલન્સની ટીમે દરોડા પાડ઼્યા હતા. આ દરોડમાં બે મહિલાઓ સહિત 20 લોકોને હુક્કાની મહેફિલ માણતા ઝડપી પાડવામાં આવ્યા હતા. વિજિલન્સની ટીમે હુક્કાબારમાંથી અલગ અલગ પ્રકારના ફ્લેવર અને હુક્કાઓ જપ્ત કર્યા હતા. આ સાથે જ હુક્કાબારમાં લગાવવામાં આવેલ સીસીટીવી અને ટીઆરઆઈ પણ જપ્ત કરવામાં આવ્યા હતા જેના આધારે અહીંયા કેટલા લોકો હુક્કાની મહેફિલ માણવા આવે છે તેની તપાસ કરવામાં આવશે.





સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના બે વ્યક્તિઓ કવિ કવ્વાલના નામે જાણીતા છે જે અહીંયા અંધારું થતાં જ મહેફિલ માણવા ગોઠવાઈ જાય છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલ સેક્રેટ નાઈન હુક્કાબારમાં સ્ટેટ વિજિલન્સે રેડ કરી હતી. આ રેડમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી હતી.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application