ભાજપ તરફથી યુવા ચહેરાઓ અને દિગ્ગજોના એક પછી એક જીતના સમાચારા સામે આવી રહ્યા છે. ભાજપના યુવા ચહેરાઓમાં રીબાવા જાડેજા, હર્ષ સંઘવી અને હાર્દિક પટેલની જીત થઈ છે. આ યુવા નેતાઓની સાથે સાથે દિગ્ગજો પણ જીત્યા છે.જ્યારથી ગુજરાત ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થયું છે ત્યારથી ભાજપે ટ્રેન્ડમાં 150થી વધુ બેઠકો જીતી રહી છે. આ પછી જાહેરાત કરવામાં આવી છે કે PM મોદી 6.30 વાગ્યે દિલ્હી બીજેપી ઓફિસ પહોંચશે અને સંબોધન કરશે. એટલું જ નહીં 11 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ પણ યોજાય તેવી શક્યતાઓ છે. ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આવતીકાલે અથવા 10 ડિસેમ્બરે કમલમ ખાતે યોજાય તેવી શક્યતાઓ
આ દિગ્ગજોની થઈ જીત
- હાર્દિક પટેલ,
- રીવાબા જાડેજા
- હર્ષ સંઘવી
- પ્રદ્યુમનસિંહ જાડેજા
- અનિરુદ્ધ દવે
- કાંધલ જાડેજાની સતત ત્રીજી જીત
- અર્જુન મોઢવાડિયાની જીત
જાણો કોણ ક્યાં છે આગળ
: કોંગ્રેસના જીગ્નેશ મેવાણી 5000 મતોથી આગળ
: દસમા રાઉન્ડમાં ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી 42,179 મતોથી આગળ છે.
: ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર 12 રાઉન્ડના અંતે ભાજપના જીતુ વાઘાણી 21000 થી વધુ મતોથી આગળ છે.
: ગારિયાધાર, બોટાદ, જામજોધપુર ભિલોડા, વિસાવદર, ડેડિયાપાડામાં આપ આગળ છે.
: ઇસુદાન ગઢવી 11 હજાર મતોથી પાછળ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500