Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિગ્ગજ શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું નિધન થયું

  • January 13, 2024 

પુણેમાં હાર્ટ એટેકના કારણે દિગ્ગજ શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું 92 વર્ષની વયે નિધન થયું છે. જયારે તેનો તેમના પુણેના ઘરે સુતા હતા તે દરમિયાન તેમને હુમલો આવ્યો. પરિવારના સભ્યો દ્વારા તેમને દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઇ જવામાં આવતા હતા તે દરમિયાન રસ્તામાં જ તેમનું નિધન થઇ ગયું હતું. ટૂંક સમયમાં જ મુંબઈમાં તેમનો એક કાર્યક્રમ થવાનો હતો, પરંતુ તે પહેલા જ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રભા અત્રેના પરિવારના કેટલાક નજીકના સભ્યો વિદેશમાં રહે છે. તેના પરિવારના સભ્યોના આગમન બાદ ગાયિકાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તારીખ 13 સપ્ટેમ્બર 1932ના રોજ પુણેમાં જન્મેલી પ્રભા અત્રે વિશે કહેવાય છે કે, તેઓ જ્યારે  8 વર્ષના હતા ત્યારે તેમના માતા ઈન્દિરાબાઈ અત્રેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.



તે સમયે પ્રભાના એક મિત્રએ તેને શાસ્ત્રીય સંગીત સાંભળવાનું શરૂ કરવાની સલાહ આપી, આમ કરવાથી તેની તબિયત સુધરશે. આ પછી શાસ્ત્રીય સંગીત તરફ તેમનો રસ વધવા લાગ્યો. વિજ્ઞાન અને કાયદામાં સ્નાતક થયા બાદ પ્રભા અત્રેએ સંગીતમાં ડોક્ટરેટની પદવી પણ મેળવી હતી. બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ પ્રભા અત્રેએ શિક્ષણવિદ, સંશોધક, સંગીતકાર અને લેખક તરીકે પણ ઉત્તમ કાર્ય કર્યું છે. તેમને ઘણા મોટા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ તેમને 1990માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2022માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.



આ ઉપરાંત તેમને પંડિત ભીમસેન જોશી શાસ્ત્રીય સંગીત જીવન ગૌરવ પુરસ્કાર, ગુજરાત સરકાર દ્વારા તાનારીરી સંગીત સન્માન એવોર્ડ, મધ્યપ્રદેશ સરકાર દ્વારા કાલિદાસ સન્માન પુરસ્કાર, કર્ણાટક સરકાર દ્વારા મલ્લિકાર્જુન મન્સૂર પુરસ્કાર, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, તેમજ યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં તેમને 'ઇન્ડો-અમેરિકન ફેલોશિપ' પણ મળી હતી. તારીખ 13 સપ્ટેમ્બર 1932ના રોજ પુણેમાં જન્મેલી પ્રભા અત્રે કિરાના ઘરાનાના હતા, તેમજ તેઓ આ ઘરાનાની વરિષ્ઠ ગાયિકા પણ હતા.



ખયાલ, ઠુમરી, દાદરા, ગઝલ, ગીત, નાટ્યસંગીત અને ભજન જેવી અનેક સંગીત શૈલીઓમાં તેમની નિપુણતા હતી. તેમણે અપૂર્વ કલ્યાણ, દાદરી કૌસ, પતદીપ મલ્હાર, તિલાંગ ભૈરવી, રવિ ભૈરવી અને મધુર કૌન જેવા ઘણા નવા રાગો બનાવ્યા છે. સંગીત રચના પર લખાયેલા તેમના ત્રણ પુસ્તકો સ્વરાગિની, સ્વરરંગી અને સ્વરંજની ખૂબ લોકપ્રિય છે. પ્રભા ઓલ ઈન્ડિયા રેડિયોના ભૂતપૂર્વ સહાયક નિર્માતા અને એ-ગ્રે નાટક કલાકાર પણ હતા. એક જ તબક્કામાં 11 પુસ્તકો બહાર પાડવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પ્રભા અત્રેના નામે છે. 18 એપ્રિલ, 2016 ના રોજ, તેમણે નવી દિલ્હીમાં ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે સંગીત પર લખેલા હિન્દી અને અંગ્રેજીમાં 11 પુસ્તકો લોન્ચ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News