આજકાલ મોટાભાગના લોકો ડ્રાઈવિંગ કરતાં જ હોય છે અને ડ્રાઈવિંગ કરી રહેલાં લોકો માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ પાંચ એવા ડોક્યુમેન્ટ્સ વિશે કે જે તમારે ડ્રાઈવિંગ કરતી વખતે ખાસ સાથે રાખવા જોઈએ. જો તમે એમાં કોઈ ભૂલ કરશો તો તમારે 15,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
આ ડોક્યુમેન્ટ્સ એટલા માટે જરૂરી છે કારણ કે જો કોઈ જગ્યાએ તમને પોલીસ દ્વારા રસ્તા પર અચાનક રોકવામાં આવે, અકસ્માત થાય છે એવા સમયે ઘણા બધા સવાલો ઉપસ્થિત થાય છે જેવા કે શું તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, વાહનની આરસી બુક છે? ઈન્શ્યોરન્સ હતો કે? કારનું PUC ક્લિયરન્સ છે કે નહીં વગેરે વગેરે… આ બધા નિયમોનું પાલન ન કરવાના કિસ્સામાં તમારી પાસેથી ભારે દંડ વસૂલવામાં આવી શકે છે. એટલું જ નહીં આ માટે તમને જેલની સજા પણ થઈ શકે છે.
સૌથી જરૂરી અને મહત્ત્વનો દસ્તાવેજ છે આ. તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સૌથી મહત્ત્વનુ છે અને આ ડ્રાઇવિંગ લાઇસન્સ એ સાબિત કરે છે કે તમને કાયદેસર રીતે વાહન ચલાવવાની પરવાનગી આપવામાં આવે છે. જો તમને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવે કે પછી તમને કોઈ અકસ્માત નડે તો તમને સૌથી પહેલાં એક જ સવાલ પૂછવામાં આવશે કે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ દેખાડો. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ, જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, તો તમને આ માટે રૂપિયા 5,000 સુધીનો દંડ થઈ શકે છે. અહીંયા તમારી જાણ માટે કે ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, યુનાઈટેડ કિંગડમ, સ્વિટ્ઝરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન, જર્મની, ભૂટાન, કેનેડા અને મલેશિયા જેવા વિવિધ દેશોમાં ડ્રાઈવિંગ કરવા માટે ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સ વેલિડ છે.
ડ્રાઈવિંગ લાઈસન્સથી આગળ વધીએ અને વાત કરીએ આરસી બુક વિશે. જ્યારે પણ ટ્રાફિક પોલીસ કોઈ વાહનને રોકે છે ત્યારે તેઓ ડ્રાઈવિંગ લાઈસન્સની સાથે સાથે જ વાહનની આરસી બુક માગે છે. જેમાં વાહનના માલિકનું નામ, વાહનનું નામ, એન્જિનની વિગતો, નોંધણી નંબર, તારીખ, મોડલ નંબર જેવી માહિતી આપવામાં આવેલી હોય છે. જો તમારી પાસે ડ્રાઈવિંગ કરતી વખતે આરસી બુક નથી તો આ માટે તમને રૂપિયા 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે કે પછી 6 મહિનાની જેલ પણ થઈ શકે છે. જો ફરીથી કોઈ ડ્રાઈવર આવું કરતાં પકડાય છે તો તેમને રૂપિયા 15,000 રૂપિયાનો દંડ કે પછી 2 વર્ષની જેલ કે બંને સજા થઈ શકે છે.
વાહન ચલાવતી વખતે ઈન્શ્યોરન્સના પેપર્સ રાખવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. ચેકિંગ દરમિયાન, તમારી પાસેથી વાહનના ઈન્શ્યોરન્સના પેપર્સ માટે પણ માંગવામાં આવી શકે છે, અને જો તમારી પાસે આ પેપર્સ ના હોય તો તમારું લાઈસન્સ પણ કેન્સલ થઈ શકે છે. આ માટે 2000 રૂપિયા સુધીનું ચલાન કપાઈ શકે છે કે તમને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી શકે છે.
વધતા જતાં પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં લેતાં સરકાર દ્વારા PUC સર્ટિફિકેટ પર વધારે ભાર મૂકી રહી છે. ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, દરેક વાહનચાલક પાસે PUCનું સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી છે. ડ્રાઇવિંગ કરતી વખતે આ દસ્તાવેજ તમારી સાથે રાખવું ફરજિયાત છે. BS3 અથવા તેનાથી ઓછી ક્ષમતાંવાળા એન્જિન ચલાવતી વખતે ડ્રાઇવર પાસે PUC પ્રમાણપત્ર હોવું આવશ્યક છે અને તેને દર ત્રણ મહિને રિન્યૂ કરાવવું પડે છે અને જો તમારી પાસે BS IV અથવા BS 6 સંચાલિત વાહન છે તો તમારે દર વર્ષે આ સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે. જો તમે આ નિયમનો ભંગ કરતાં પકડવામાં આવે તો એના માટે તમને 6 મહિના સુધીની જેલ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ કે પછી બંને સજા ફટકારવામાં આવી શકે છે.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ તમારી પાસે ડ્રાઈવિંગ કરતાં સમયે આઈડી પ્રૂફ હોવું ખૂબ જ જરૂરી છે. જોકે, સરકાર દ્વારા તેને ફરજિયાત નથી બનાવવામાં આવ્યું તેમ છતાં તમારી પાસે ઓળખનો પુરાવો હોવો જ જોઈએ. પોલીસ તપાસ દરમિયાન, અધિકારી તમારા દ્વારા બતાવવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ સાથે વેરિફાઈ કરવા માટે આઈડી પ્રૂફ દેખાડવાનું કહી શકે છે. કટોકટીની સ્થિતિમાં, આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા અન્ય કોઈપણ દસ્તાવેજ હંમેશા તમારી સાથે રાખવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024