Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ૯ હજાર વનબંધુ ખેડુતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ શાકભાજી બિયારણ વિતરણ કરાશે

  • June 23, 2021 

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને ખાતર અને બિયારણ આપવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. આજરોજ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો શુભારંભ કરતા જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧,૨૬,૦૦૦થી વધુ વનબંધુ કિસાનોને મળશે.

 

 

 

 

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને ૩૧ કરોડની ખાતર/બિયારણ સહાય મળશે જેમાં ખાતરમાં ઓર્ગેનાઈઝ ફર્ટીલાઈઝર અને યુરિયા અપાશે. વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકારે પેસા એક્ટનો અમલ કરી આદિવાસીઓને જમીન માલિક બનાવ્યા છે. જેમાં એકલવ્ય મોડેલ સ્કુલ થકી લાખો આદિજાતિના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આ પ્રસંગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી.

 

 

 

 

વર્તમાન સરકારે ગત બજેટમાં વનબંધુ કલ્યાણ યોજના ભાગ-૨ શરૂ કરી આગામી ચાર વર્ષ માટે ૧ લાખ કરોડ રૂપિયા આદિવાસી ભાઈઓ-બહેનો માટે ખર્ચવાનો નિર્ણય કર્યો છે. તાપી જિલ્લામાં આ યોજના હેઠળ ૯૦૦૦ લાભાર્થીઓને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અન્વયે આદિજાતિ ખેડૂતો, ૭/૧૨ અને ૮-અ ધરાવતા ૦ થી ૨૦ ના સ્કોર વાળા તથા સનદ (જંગલ જમીન ધરાવતા લાભાર્થી) અને આદિમજૂથ, કાથુડીયા, કોટવાળીયા ખેડુતોએ રૂપિયા ૨૫૦ લોકફાળો ભરી નિયમાનુસાર અરજીફોર્મ લઇ ચકાસણી કરી લાભાર્થીને લાભ અપાશે. આ પ્રસંગે જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનીયાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રાયોજના કચેરીના પ્રતિક જાખડ, મોહનભાઈ કોકણી, GSFCના અધિકારીઓ, લાભાર્થીર્ઓ સહિત સબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application