Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વેક્સિન લઈ પોતે પણ સુરક્ષિત થઈ પરિવારને પણ સુરક્ષિત કરવાનો સંદેશ પાઠવી અન્ય લોકો માટે પ્રેરણા પુરી પાડતા વસંતભાઇ પ્રજાપતિ

  • April 27, 2021 

કોરોનાની વૈશ્વિક મહામારીમાં સમાજ અને સરકાર સાથે ખભે ખભો મીલાવીને  કોરોના મુક્ત ભારત-કોરોના મુક્ત ગુજરાતના નિમાર્ણ માટે કમર કસી રહ્યા છે. ત્યારે કોરોનાના વધતા સંક્રમણને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર દ્વારા કોવીડ-૧૯ ગાઇડલાઇનને અનુસરી તેમજ કોરોના રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અસરકારક પગલા લઇ રહયાં છે. ત્યારે, નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી રક્ષણ માટે વેક્સિનેશન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે તે અંતર્ગત જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વેકસીનેશન બુથ શરૂ કરી ૪૫ વર્ષથી વધુ વયના લોકોને વેક્સિનનું કવચ આપવામાં આવી રહ્યું છે. 

 

 

 

 

 

 

જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને નાથવા માટે વહીવટીતંત્ર અથાગ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે કોરોના સામે લડવાનું શસ્ત્ર વેકસીન આપણી પાસે છે ત્યારે આરોગ્ય વિભાગના સહયોગથી શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ખાતે વેક્સિનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વયંભૂ લોકોએ આગળ આવી વેક્સિન લઈ  કોરોનાથી પોતે પણ સુરક્ષિત થઈ પરિવારને પણ સુરક્ષિત કરવાનો સંદેશ પાઠવી અન્યને પણ પ્રેરિત કર્યા હતા.

 

 

 

 

 

 

 

બિલીમોરાના રહીશ એવા ૭૨ વર્ષીય શ્રી વસંતભાઇ આર.પ્રજાપતિએ કોરોના રસીનો બીજો ડોઝ લઇ તે સંપૂર્ણ સુરક્ષિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોરોનારસી લીધા બાદ તેઓએ જણાવ્યું હતું કે, મેં રસીના બન્ને ડોઝ લીધા છે. રસી લીધાને અડધો કલાક કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં મને કોઇ પણ પ્રકારની આડઅસર કે તકલીફ થઇ નથી. એટલે કે રસી સંપૂર્ણ રીતે સલામત અને સુરક્ષિત  છે. હું ૪૫ વર્ષથી વધુ વયના તમામ નગરજનોને  કોરોના રસી લેવા માટે અપીલ કરૂં છું. સાથે સાથે કોરોનાની રસી મુકાવ્યા પછી પણ ફરજીયાત માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવી આરોગ્ય વિભાગની સુચનાનું ચુસ્ત રીતે પાલન કરવું જોઇએ.તેમજ કોરોના રસીકરણના આ અભિયાનમાં સહયોગ આપી સૌ કોઈને રસીકરણ કરાવવા માટે પ્રેરણા પુરી પાડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application