Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપીને પાણીદાર બનાવતી નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વિવિધ યોજનાઓ

  • August 08, 2023 

ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી સુવિધા પૂરી પાડવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સપનું સેવ્યું છે. જેમાં રસ્તા, પાણી, શિક્ષણ, વિજળી, આરોગ્ય જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીના સમુચિત ઉપયોગ દ્વારા જળસંચય, જળ વિતરણ અને જળ વ્યવસ્થાપન દ્વારા સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા મહદઅંશે દુર થઇ છે. તાપી જિલ્લામાં નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સુદ્રઢ આયોજન થકી, દુર્ગમ વિસ્તારો સુધી સિચાઇ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં સફળતા મેળવવામાં આવી છે. નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત કાર્યપલક ઈજનેર (વેર-૨)એ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, ઉકાઇ જળાશયના ડાબા કાંઠાથી નીકળતી ઉકાઇ ડાબા કાંઠા હાઇ લેવલ કેનાલની સાંકળ ૨૮૯૪૦થી ૫૧૧૧૦ મી. વચ્ચે, કેનાલ આધારિત કુલ ૧૧ ઉદવહન સિંચાઇ બનાવવાનું આયોજન કરેલ છે. જેના દ્વારા તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકાની કુલ ૬૪૮૨ હેક્ટર વિસ્તારને સિંચાઇ સુવિધા પુરી પાડવાનું સઘન આયોજન છે.



તાપી જિલ્લામાં ઉકાઇ ડાબા કાંઠા હાઇ લેવલ કેનાલને પુર્ણાથી અંબિકા નદી સુધી લંબાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના માટે કુલ અંદાજિત રૂ ૩૪૪૭ લાખની વહીવટી મંજુરીની દરખાસ્ત સરકારશ્રીમાં મંજુરી અર્થે મોલકવામાં આવેલ છે. આ કામગીરી પુર્ણ થયાથી તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કુલ ૩૦૮૯ હેક્ટર વિસ્તારને સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થશે. તાપી જિલ્લામાં નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત કા.પા ઇ.વેર-૨ યોજના વિભાગ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ડોલવણ અને વ્યારા તાલુકામાં પેરવડ, ચાકધારા, ભોજપુરદૂર, પદમડુંગરીમાં કુલ રૂ ૩૫૬.૮૭ લાખના ખર્ચે ૪ મોટો ચેકડેમનું બાંધકામ પુર્ણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા કુલ ૧૧૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળી રહ્યો છે. તથા ચાલુ વર્ષે વાલોડ, ડોલવણ તાલુકામાં ૪ મોટા ચેકડેમોનું કામ પ્રગતિ હેઠળ છે, જેનું આ વર્ષે ઝડપથી અને ગુણવત્તા યુક્ત રીતે બાંધકામ પૂર્ણ કરવામાં આવશે. જેના દ્વારા પ હેક્ટર વિસ્તાર અંતર્ગત વાલોડ, અંધાત્રી, ડુંગરડા, ધોળકા ગામોને અંશત: સિંચાઇના પાણીનો લાભ મળશે. આ ઉપરાંત જિલ્લામાં ડોલવણ તાલુકામાં કુલ ૦૧ મોટા ચેકડેમની અંદાજિત કિમંત રૂ.૫૮૦.૬૫ લાખની સરકારશ્રીમાંથી વહીવટી મંજુરી માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલવામાં આવી છે.



આ ચેકડેમ દ્વારા કુલ ૫૦ હેકટર વિસ્તારને સિંચાઇનો મળશે. ચેકડેમના નિર્માણ સહિત જુના ચેકડેમના રીસ્ટોરેશનની કામગીરી ઉપર પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા અમલીકૃત સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકામાં કુલ રૂ.૭૬ ૨૩ લાખના ખર્ચે કુલ ૧૬ ચેકડેમોની મરામતની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. તાપી જિલ્લામાં ઉકાઇ ડેમ ઉપરાંત ડોસવાડા ડેમ પણ ખાસ મહત્વ ધરાવે છે. ડોસવાડા સિંચાઇ યોજનાની નહેરોનું ઇ.આર.એમ યોજના હેઠળ નહેર સુધારાણાના કામો ડોસવાડા સિંચાઇ યોજનાની ચિખલી મુખ્ય નહેર તથા મુસા વિશાખા નહેરોના અસ્તર કામ, માટીકામ તથા સ્ટ્રકચર્સના મરામત કામો ૪૩-ઇ.આર.એમ સદરે વર્ષ ૨૦૨૨-૨૩ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.



જેની પાછળ કુલ ૨૦૦ લાખનું કામ પુર્ણ કરવામાં આવ્યું છે. આ કામો પૂર્ણ થતા કમાન્ડ વિસ્તારના કુલ ૧૬૦ હેકટર વિસ્તાર સીધો લાભ મેળવી રહ્યા છે. નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત કા.પા ઇ. ઉકાઈ વિભાગ નં.૧, ઉકાઈના શ્રી પી. જી. વસાવાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, સોનગઢ તાલુકાના કુલ ૧૪ મોટા ચેકડેમની અંદાજિત કિમંત રૂ. ૧૧૨૬.૧૪ લાખના ખર્ચે કરવાનું આયોજન છે. તાપી જિલ્લામાં નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત કા.પા ઇ. ઉકાઈ વિભાગ નં.૧, ઉકાઈ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં કુલ રૂ. ૧૮૫૨.૦૦ લાખના ખર્ચે ૨૫ મોટો ચેકડેમનું બાંધકામ પુર્ણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા કુલ અંદાજીત ૯૦૪.૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળી રહ્યો છે. સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદવહન સિંચાઈ યોજનાથી સોનગઢ તાલુકાના ૫૪ ગામો, ઉચ્છલ તાલુકાના ૨૩ ગામો, નિઝર તાલુકાના ૨૯ ગામો અને કુકરમુંડા તાલુકાના ૩૦ ગામો મળી કુલ ૧૩૬ ગામોના અંદાજીત ૧૪૧૭૦ કુટુંબોની ૬૯૦૦૦ એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. આમ, તાપી જિલ્લામાં નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વિવિધ યોજનાઓનું સક્રિય અમલીકરણ થતા જિલ્લામાં સિંચાઇને લગતી પાણીની સમસ્યા પર પૂર્ણવિરામ મુકાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application