Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : મતગણતરીનાં દિવસે મતગણતરી મથકની ચારેબાજુ ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં વિવિધ પ્રતિબંધો

  • November 16, 2022 

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ તાપી જિલ્લામાં તા.૦૧/૧ર/૨૦૨૨નાં રોજ મતદાન થનાર છે. તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા તથા ૧૭૨-નિઝર વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તા.૧૮/૧૨/૨૦૨૨નાં રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, મુ.તા.સોનગઢ, જિ.તાપી ખાતે રાખવામાં આવેલ છે. આ સ્થળે તાપી જિલ્લાનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે.




જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આર.જે.વલવી તાપી-વ્યારા ફોજદારી કાર્યરીતિ નિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મને મળેલ સત્તાની રૂએ તા૧૮/૧ર/૨૦૨૨ના રોજ સવારના ૭-૦૦ કલાકથી મતગણતરીની કાર્યવાહી પુર્ણ થાય ત્યાં સુધી મતગણતરી મથકથી ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા, સભા બોલાવવા, સરઘસ કાઢવા કે ૨૦૦ મીટ૨ની ત્રિજયાના વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ મોબાઇલ મોબાઇલ ફોન, વાયરલેસ, કોડલેસ કે સંદેશા વ્યવહારના કોઇ પણ સાધનો કે વાહન લઇ જવા અને પાર્ક ક૨વા કે કોઈપણ વ્યકિતએ  બોક્ષ(દિવાળીની પેટી), લાઇટ, ગેસ કે અન્ય આગ લગાડી શકાય તેવી વસ્તુ લઈ જવા ઉપર તથા વિજય સરઘસ દરમ્યાન જાહેર જનતાને અડચણરૂપ થાય તે રીતે જાહે૨ રસ્તા  ઉ૫૨ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ જાહેરનામુ તા.૮/૧૨/૨૦૨૨ના સવારે ૭-૦૦ કલાકથી મતગણતરીની કાર્યવાહી પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં હેશે.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતીય દંડ સંહિતા - ૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application