Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

  • September 09, 2023 

નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપલા નગરપાલિકાના શહેરીજનોની સુવિધાઓ અને સુખકારીમાં ઉમેરો કરતા અનેકવિધ યોજનાકીય કાર્યો તથા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ નગરજનોને શાનદાર ભેટ આપી છે. નગર પાલિકા દ્વારા સરકારી કરજણ ઓવારા ખાતે બુધવારે સાંજે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું કે, વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના કારણે આજે વિશ્વપટલ પર નર્મદા જિલ્લાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પ્રવાસીઓ રાજપીપલાથી પસાર થઈને જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાય છે, ત્યારે પર્યટકો શહેરની ભવ્યતાથી પરિચિત થાય તે માટે રાજપીપલાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રજાનો વિશ્વાસ અને જન ભાગીદારી અત્યંત જરૂરી છે.



પર્યાવરણમાં થઈ રહેલા અસાધારણ બદલાવને નિયંત્રિત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષારોપણ પર વિશેષ ભાર મુક્યો છે, ત્યારે રાજપીપલા શહેરના બ્યુટીફીકેશનની કામગીરી સહિત રોજગારીની તકોનું નિર્માણ કરીને પ્રજાના જીવનધોરણમાં બદલાવ લાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સાંસદ વસાવાએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય લાભોની નગરજનો અને લોકોને અપાતી રૂપરેખા વર્ણવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલા શહેરના પ્રજાજનો માટે ગેસ કનેક્શન, ભૂગર્ભ ગટર, અંડરગ્રાઉન્ડ વિજળીકરણ સહિત થઈ રહેલા અનેકવિધ કાર્યો અને આયોજનોથી પ્રજાની સુખાકારી અને સમૃધ્ધિમાં દિન પ્રતિદિન વધારો થશે.



સાંસદ મનસુખભાઈ વસાવાએ કરજણ ઓવારો, રાશિ નક્ષત્ર ગાર્ડન, ટેનિસ કોટ, મચ્છી માર્કેટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ તેમજ કારમાઈકલ બ્રિજ અને ભૂગર્ભ ગટર યોજનાના ઘર જોડાણો આપવાના લાખો રૂપિયાના કામો પ્રજાલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે રાજપીપલા શહેરમાં નાગરિકોની સુખ-સુવિધા, સુખાકારીમાં થઈ રહેલા કામોથી પ્રસન્નતાની લાગણી અનુભવી હતી. રાજપીપલા નગરપાલિકાના વિવિધ યોજનાકીય કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાઓના દક્ષિણ ગુજરાત ઝોનના પ્રાદેશિક કમિશનર ડી. ડી. કાપડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરીજનોને સુખ સુવિધામાં વધારો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application