Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર ખાતે ડીફેન્સ એક્સ્પો-૨૦૨૨ દરમિયાનયોજાશે વિવિધ હાઇબ્રિડસેમિનાર

  • October 14, 2022 

સંરક્ષણ મંત્રાલય દ્વારા ૧૮થી ૨૨ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન પ્રતિષ્ઠિત દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન-DefExpo-2022ની૧૨મી આવૃત્તિનું રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેગા સંરક્ષણ અંગેના પ્રદર્શનમાં જમીન, હવાઈ, નૌકા અને માતૃભૂમિની સુરક્ષા પ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સેમિનારમાં સંરક્ષણક્ષેત્રે વ્યાપકપણે નિકાસ, ફાઇનાન્સિંગ, ડિફેન્સ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsમાં રોકાણ, એરોસ્પેસ ઉત્પાદન અને MROમાં MSMEની ઉભરતી ભૂમિકા, સંરક્ષણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આત્મનિર્ભરતા, હવાઈ પ્રભુત્વ માટે ભવિષ્યવાદી સ્વાયત્ત ટેકનોલોજી જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવશે. સેમિનારમાં સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નિષ્ણાતો વિવિધ વિષયો પર ચર્ચા વિમર્શ કરશે.ગાંધીનગર ખાતે આયોજિત આ સેમિનારની વિગતો DefExpo22 વેબસાઇટ અને મોબાઇલ એપ પર પણઉપલબ્ધ છે.




આ સેમિનાર મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે હાઇબ્રિડ ફોર્મેટમાં સેમિનાર અગ્રણી ઉદ્યોગ સંગઠનો, થિંક ટેન્ક, ભારતીય સંરક્ષણ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સર્વિસ હેડક્વાર્ટર (SHQs), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), ગુણવત્તા ખાતરીના મહાનિર્દેશાલય (DGQA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય મંત્રાલય તેમજરાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવશે. જેમાં વક્તાઓ તેમજ શ્રોતાઓ વર્ચ્યુઅલી  ભાગ લઇ શકશે. આ ઇવેન્ટ વિશ્વભરમાં સ્ટ્રીમ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિગત પહેલ સાથે કેન્દ્ર સરકારનું માનવું છે કે આપણો દેશ તેના મિત્ર દેશોને સંરક્ષણ સોલ્યુશન્સના અગ્રણી સપ્લાયર બનાવવાની વિપુલ સંભાવના ધરાવે છે.



૧૮મી ઑક્ટોબર ૨૦૨૨

૧૮મી ઑક્ટોબર ૨૦૨૨: સવારનું સત્ર (૧૦-૦૦ થી ૧૪-૪૫ કલાક)

સમય

ફોરમનું સંચાલન

વિષય/ થીમ

Hall

1000-1145

SIDM

ભારતની સંરક્ષણ નિકાસને વેગ આપવો

1

બીજા સેમિનાર માટે ૪૫ મિનિટનો વિરામ

1345-1445

SHQ નેવી- SIDM

ભવિષ્ય માટે શસ્ત્રીકરણ - સશસ્ત્ર દળો માટે માનવ તથા માનવરહિતમિશ્રિતસશસ્ત્રદળની કલ્પના

1000-1230

PHDCCI

સંરક્ષણ સ્ટાર્ટઅપ્સ અને MSMEમાં ધિરાણ અને રોકાણ

2

1000-1130

સિનર્જિયા ફાઉન્ડેશન

સંઘર્ષનું ભવિષ્ય (ટેક્નોલોજી) - બાહ્ય અવકાશ, ઊંડા મહાસાગર અને સાયબર વિશ્વ સંઘર્ષના મુખ્ય પડકારતરીકે

3

બીજા સેમિનાર માટે ૪૫ મિનિટનો વિરામ

1215-1345

તમિલનાડુ સરકાર

તમિલનાડુ- એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક હોટસ્પોટ

૧૮મી ઑક્ટોબર ૨૦૨૨: બપોરનું સત્ર (૧૫-૩૦ થી ૧૮-૧૫ કલાક)


1530-1730

ફિક્કી (FICCI)

OFBના કોર્પોરેટાઇઝેશનનું એક વર્ષ: બોધપાઠ અને આગળનો માર્ગ

1

1645-1815

MoCA - CII

સિવિલ-ડિફેન્સ કન્વર્જન્સ: એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ અને MROમાં MSMEની ઉભરતી ભૂમિકા

2

1530-1730

એસોચેમ

આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી એરોએન્જિનના ઉત્પાદન માટે જરૂરી ટેકનોલોજી

3


 ૧૯મી ઑક્ટોબર ૨૦૨૨

૧૯મી ઑક્ટોબર ૨૦૨૨: બપોરનું સત્ર (૧૫-૩૦ થી ૧૮-૧૫ કલાક)

સમય

ફોરમનું સંચાલન

વિષય/ થીમ

Hall

1430-1545

ભારત ચેમ્બર ઓફ કોમર્સ

‘સંરક્ષણ નિકાસ માટે કિંમત નિર્ધારણ વ્યૂહરચના: કેવી રીતે ભારત તેના સાથીદારો પર સ્પર્ધાત્મક ધાર મેળવી શકે’

1

બીજા સેમિનાર માટે ૪૫ મિનિટનો વિરામ

1630-1815

ગુજરાત સરકાર

ગુજરાત: એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે ક્વોન્ટમ હરણફાળ ભરવી / ગુજરાત: એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતને આગળ ધપાવવું/ ગુજરાત: ભારતના સંરક્ષણ ભાગીદારીમાં યોગદાન

1430-1600

SHQ IAF - SIDM

એરબોર્ન સ્ટોર્સનું પ્રમાણપત્ર અને લાયકાત: સ્વદેશી R&D અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ક્ષેત્રને ટેકો આપવો.

3

બીજા સેમિનાર માટે ૪૫ મિનિટનો વિરામ

1645-1800

યુપી સરકાર

એરોસ્પેસ એન્ડ ડિફેન્સ (A&D) સ્ટાર્ટઅપ્સનું એકીકરણ, સ્થાપિત A&D પ્લેયર્સ અને સેક્ટરની વેલ્યુ ચેઇન સાથે MSME


 ૨૦મી ઑક્ટોબર ૨૦૨૨

૨૦મી ઑક્ટોબર ૨૦૨૨: સવારનું સત્ર (૧૦-૦૦ થી ૧૩-૩૦ કલાક)

સમય

ફોરમનું સંચાલન

વિષય/ થીમ

Hall

1000-1245

એસોચેમ

સંરક્ષણ ઉત્પાદન માટે ભાવિ તકનીક

1

1000-1245

DGQA

વૈશ્વિક QA પ્રેક્ટિસ

2

1000-1245

USIBC - SIDM

યુએસ-ભારત સંરક્ષણ સહકારમાં નવી સીમાઓ: નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી, ઇનોવેશન અને મેક ઇન ઇન્ડિયા

3

1030-1330

ડીઆરડીઓ

સંરક્ષણ R&D- સિનર્જિસ્ટિક અભિગમમાં આત્મનિર્ભરતા.

4

૨૦મી ઑક્ટોબર ૨૦૨૨: બપોરનું સત્ર (૧૪-૦૦ થી ૧૭-૧૫ કલાક)


1400-1545

HQ IDS - FICCI

સશસ્ત્ર દળો માટે "આત્મનિર્ભર ભારત" અને "મેક ઇન ઇન્ડિયા" રોડ મેપ

1

1400-1530

SHQ આર્મી-SIDM

રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાત સાથે સંશોધન અને ડિઝાઇનમાં સંરક્ષણ ઉદ્યોગની યોગ્યતાનો સમન્વય.

2

બીજા સેમિનાર માટે ૪૫ મિનિટનો વિરામ

1615-1715

DGDE

ડ્રોન સર્વે માટે ડ્રાફ્ટ ધોરણો

1400-1515

ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ

ભારત રાઇઝિંગ: - આસિયાન અને બિમસ્ટેકમાં સંરક્ષણ તકો

3

બીજા સેમિનાર માટે ૪૫ મિનિટનો વિરામ

1600-1715

HAL

હવાઈ પ્રભુત્વ માટે ભવિષ્યવાદી સ્વાયત્ત તકનીકીઓ









લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News