Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા તાલુકામાં ૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું

  • November 14, 2021 

રાજયના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે વાંસદા તાલુકામાં અંદાજે રૂા.૭ કરોડથી વધુના ખર્ચે શ્રેણીબધ્ધ વિવિધ વિકાસકામોના લોકાર્પણ/ખાતમુર્હુત કર્યુ હતું.આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યું છે કે, રાજ્ય સરકાર  તમામ લોકોને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. રાજયમાં પીવાના પાણીના અસરકારક વ્‍યવસ્‍થાપન માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી રાજયના તમામ ઘરોમાં નલથી જળ પહોંચાડવા માટે સરકાર પ્રતિબધ્‍ધ છે.

 

 

 

 

મધુબન ડેમમાંથી વાંસદા, ખેરગામ, ચીખલી અને ગણદેવીના ગામોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં છેવાડાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા છે. ગુજરાતે કોરોનાકાળમાં સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરીને લોકોની તકલીફ હળવી કરવાના તમામ પ્રયત્નો કર્યા છે. નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના રૂા.૧૫ કરોડથી વધુના કામો મંજૂર થયા છે. જેનો તબકકાવાર ખાતમુહૂર્ત/લોકાર્પણ કામો હાથ ધરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.

 

 

 

 

મંત્રી નરેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે,  કોરોના કાળમાં સમગ્ર વિશ્વના અનેક વિકસિત દેશો પણ હતપ્રભ થઇ ગયા હતા, તેવા સમયે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિશાદર્શન કરીને કોરોનાની અસરો કેવી રીતે ખાળી શકાય તેવું કામ કરી બતાવ્યું છે. નિરામય ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રીએ સ્વાસ્થયલક્ષી મહાઅભિયાન શરૂ કર્યો છે. સ્કિનીંગ લઇને સારવાર સુધીની સગવડ આપવામાં આવશે. જેનો ૩૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે રૂા.૫૦-૦૦ લાખ તથા લીમઝર ગામે રૂા.૮૮.૮૯ લાખના ખર્ચે નવનિર્મિત થનાર પશુદવાખાનાથી ગ્રામજનોનુ ખૂબ જ લાભ થશે.

 

 

 

 

વાંસદા તાલુકાના ઝરી-વાંદરવેલા રોડ રૂા.૭૨-૦૦ લાખ, ઝરી-વાંદરવેલા રોડ પર સ્લેબ ડ્રેઇન રૂા.૭૫-૦૦ લાખ, પ્રતાપનગર-વાંદરવેલા રોડ રૂા.૯૬-૦૦ લાખ, મોટીવાલઝર- ઉપસળ-વણરસી રોડ રૂા.૭૬.૫૦ લાખ, ઉપસળ-ડુંગરી ફળિયા રોડ રૂા.૩૮.૧૦ લાખ, રૂપવેલ-રાયાવાડી સર્કલથી કંડોલપાડા અનાવલ રોડ રૂા.૩૫-૦૦ લાખ, ચાંપલધરા ગામે આંગણવાડી રૂા.૭-૦૦ લાખ, લાખાવાડી-ચાપલધરા-મીંઢોળા ફળિયા રોડ રૂા.૧૧૧-૦૦ લાખ તથા લાખાવાડી-લીંબરપાડા રોડ પર સ્લેબડ્રેઇનનું કામ રૂા.૭૫-૦૦ લાખના ખર્ચે હાથ ધરાશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application