સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે તાજેતરમાં SVEEP PLAN અંતર્ગત વિવિધ પ્રવૃતિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય ડૉ.ફાલ્ગુનીબેન સી.પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. જિલ્લા ચુંટણી અધિકારીશ્રી, આહવાનાં આદેશ અન્વયે SVEEP PLAN, તેમજ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન હાથ ધરાયુ હતું. જેમાં ચિત્રકામ, અને પોસ્ટર સ્પર્ધા શાળાના શિક્ષિકા રૂપલકુમારી એસ.પટેલ, અને સંગીતાબેન ડી.હળપતિ તથા રંગોળી સ્પર્ધા મોહિનીકુમારી કે.પટેલ, અને રીંકલબેન આર.ગામીત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિને લગતા ચિત્રો, અને પોસ્ટર બનાવ્યા હતા. મતદાર જાગૃતિ અંગેનો ગરબો સુનિતાબેન એમ.દેશમુખ દ્વારા તૈયાર કરાવી, શાળાની વિદ્યાર્થીનીઓએ ગામના જાહેર સ્થળોએ રજૂ કર્યો હતો. મતદાન જાગૃતિ માટે લોકોમાં જાગૃતિ લાવવા સહી ઝૂંબેશ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, અને શાળાના તમામ કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઇને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના આચાર્યએ શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500