સુરતની વરાછા પોલીસે થર્ટી ફર્સ્ટને લઈને કાર્યવાહી કરી હતી જેમાં પોલીસે બાતમીના આધારે વરાછા જય ભવાની સોસાયટીમાથી એક આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી વિવિધ બ્રાન્ડની બોટલો અને મોબાઈલ કબ્જે લઈને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા દારૂ પીનાર અને લાવનાર સામે કાર્યવાહી કરે છે જોકે થર્ટી ફર્સ્ટ પેહલા જ એક્શપોલીસ નમાં આવી જાય છે ત્યારે આ વર્ષે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વરાછા સર્વેલન્સના ધર્મેન્દ્રસિંહ ડોડીયાને બાતમી મળી હતી કે એક આરોપી થર્ટી ફર્સ્ટ નિમિતે દારૂનું વેચાણ કરવા માટે મોટો જથ્થો લાવ્યો છેજે હકીકત આધારે પોલીસે વરાછા બરોડા પ્રીસ્ટેઝ પાસે આવેલ જય ભવાની સોસાયટીમા રેડ કરવામાં આવી હતી જ્યાંથી આરોપી રવિ ઉર્ફે કાકુ દોમડીયાને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસ મથક લાવી જે પૂછતાછ કરતા તેની પાસેથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં વધુ પૂછતાછ કરતા આરોપી થર્ટી ફર્સ્ટ આવતા અન્ય ઇસમ સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.
અને વેચાણ કરવા માટે ઘરમાં ચોર ખાનું બનાવી અને ટેરેસ ઉપર ભંગારમાં સંતાડી રાખ્યો હતો જે પોલીસે તપાસ દરમિયાન શોધી કાઢ્યો હતો અને વિવિધ બ્રાન્ડની 246 નંગ બોટલો કબ્જે કરવામાં આવી હતી સાથે અંગ ઝડતી કરતા રોકડા રૂપિયા મળી આવ્યા હતા અને મોબાઈલ કબ્જે લઈને આરોપી રવિ ડોમડીયાની ધરપકડ કરવામાં આવી હતી જોકે આરોપી અગાવ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પણ પકડાય ચૂકેલ છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500