વલસાડ-વાપી ટાઉનના ચલા વિસ્તારમા રેડીમેઈડ શ્રીજી મેન્સવેઈર નામે કાપડની દુકાન ચલાવનાર શખ્સ ધવલ ધર્મેશ વખારીયાની દુકાનમા નોકરી માટે આવેલી ૧૯ વર્ષીય યુવતીને પોતાના પ્રેમજાળમા ફસાવી હતી અને પોતે પરણીત હોવા છતા તેની પત્ની તેના વતનમા માતા-પિતા સાથે રહેતી હોવા છતા તે વાત યુવતીથી છુપાવી યુવતી સાથે લગ્ન કરી લિધા હતા,
ત્યાર બાદ દુકાનદારે ઓક્ટોબર માસમા સ્ટાફ સાથે લોનાવાલા ટુર ગોઠવી હતી જ્યા તેણે યુવતીને પ્રપોઝ કરી ચાલુ માસે લગ્ન કરી લિધા હતા જે બાદ ધવલ વખારીયા યુવતીને અલગ-અલગ જગ્યાએ રોકાઈને યુવતી સાથે શરીરિક સબંધ બાંધ્યા હતા.
આ નકલી હનીમુન દરમિયાન ધવલ પર ફોન આવતા હતા, પરંતુ તે કટ કરી નાખતો હોય યુવતીને ધવલ પર શંકા ગઈ હતી. યુવતીએ વાપી આવ્યા બાદ તેણીને ધવલ પહેલાથી પરણીત હોવાથી ખબર પડી હતી.
એટલુ જ નહી યુવતી એ ધવલના માતા-પિતાનુ સરનામુ શોધી કાઢી ત્યા પહોચી જતા પોતે છેતરાય છે તે જાણ થતા યુવતીએ ધવલ સામે વિશ્વાતઘાત કરવાનુ વાપી પોલીસને ફરીયાદ નોંધવી હતી.પોલિસએ આરોપી સામે ગુનો નોંધી આગળની વધુ કર્યવાહી હાથ ધરી છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500