નવસારી ખાતે રાજય કક્ષાની અને ઓલમ્પિકમાં રમાતી ગ્રેપલિંગ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રેપલિંગ સ્પર્ધામાં ગુજરાતમાંથી જિલ્લાની શાળાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વાપીની સારસ્વત ઇન્ટરનેશનલ એકડમીના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ભાગ લઇ સફળતા મેળવી છે. આ વિદ્યાર્થીઓ હવે રાષ્ટ્રીય કક્ષાની રમતમાં પોતાનું અને શાળાનું નામ નોંધાવ્યું છે.
જેમાં નિધિ પટેલ ગોલ્ડ મેડલ 34 કિ.ગ્રા., હિમાની પટેલ ગોલ્ડ મેડલ 48 કિ.ગ્રા, ધ્રુવી દોશી ગોલ્ડ મેડલ 40 કિ.ગ્રા., જિનલ પટેલ ગોલ્ડ મેડલ 48 કિ.ગ્રા., ક્રિશા ભાલોડિયા ગોલ્ડ મેડલ 80 કિ.ગ્રા., સલોની પટેલ ગોલ્ડ મેડલ 44 કિ.ગ્રા., પ્રબલ શુક્લા ગોલ્ડ મેડલ 43 કિ.ગ્રા., હેત પટેલ ગોલ્ડ મેડલ 76 કિ.ગ્રા., રાજવીર ઝાલાવાડિયા ગોલ્ડ મેડલ 76કિ.ગ્રા., ઝીલ સવાની ગોલ્ડ મેડલ 110 કિ.ગ્રા., સ્નેહલ પટેલ સિલ્વર મેડલ 44 કિ.ગ્રા., યસ્વી પટેલ સિલ્વર મેડલ 34 કિ.ગ્રા, કિશીલ પારેખિયા સિલ્વર મેડલ 59 કિ.ગ્રા.નો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500