Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી એડિશનલ સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સખત સજા ફરકારી

  • March 25, 2025 

વલસાડ જિલ્લાનાં ઉમરગામના ગાંધીવાડીમાં રહેતા પરિવારની ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે વિધર્મી યુવાને દુષ્કર્મના કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સખત સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ઉપરાંત દોષિતને રૂ.50 હજાર દંડ પણ ફટકારાયો છે, જ્યારે દંડની રકમ અને વળતર પેટે રૂ.6 લાખ મળીને કુલ રૂ.6.50 લાખ પીડિતાના પરિવારને ચૂકવવાનો આદેશ કરાયો છે. આ કેસની વિગત એવી છે કે, ઉમરગામના ગાંધીવાડીમાં રહેતા એક પરિવારની ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતા યુવાને દુષ્કર્મ કરતા ચકચાર મચી ગઇ હતી.


આ ઘટના બાદ લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી હંગામો મચાવી દીધો હતો બાદમાં પોલીસે ગુલામ મુસ્તુફા મોહંમદ સમીમ ખલીફા (રહે.દેવધામ, ઉમરગામ)ની ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સામે સજજડ પૈરાવા સાથે ચાર્જશીટ પણ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થયા બાદ પબ્લીક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિત અનેક લોકોના નિવેદનો અને પુરાવા સાથે દલીલો કરી હતી. આ કેસમાં સોમવારે સ્પેશિયલ જજ ટી.વી.આહુજાએ આરોપી ગુલામે મુસ્તફા ખલીફાને દોષિત ઠેરવીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૂ.50 હજારનો દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.


આ દંડની રકમ અને વળતર પેટે રૂ.6 લાખ મળીને કુલ રૂ.6.50 લાખ પીડિતાને ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. આ કેસમાં ત્રણ વર્ષીય બાળકી સાથે કરાયેલા ગંભીર કૃત્ય અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે નવ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તો વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીમાં સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિત 20 સાક્ષીની જુબાની સાથે સજ્જડ પુરાવા રજૂ કર્યા હતા. પોકસો એક્ટ હેઠળ પહેલીવાર માત્ર સાડા ત્રણ મહિનામાં કોર્ટમાં કેસની ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application