Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દુર થાય છે, જાણો વિગતવાર...

  • March 25, 2025 

ઉનાળાની શરૂઆત થતા જ તરબૂચ અને શક્કર ટેટી લોકો ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. જેમાં તરબૂચ ખાવાથી પેટમાં દુખાવો કે પછી ડિહાઇડ્રેશન વગેરે જેવી ઉનાળાની સમસ્યાઓને દુર કરે છે. આ ઉપરાંત ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી ભૂખ નથી લાગતી જેના કારણે તમારા શરીરનું વજન ઓછું થઈ શકે છે. આમ, જોઈએ તો તરબૂચનાં ઘણા ફાયદા છે જેમાં ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દુર થાય છે. જેમ કે, સ્થૂળતા, નબળી રોગપ્રતિકારક શક્તિ, પાચન સંબંધિત સમસ્યાઓ વગેરે દૂર કરી શકાય છે.


ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે...

ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે. તરબૂચના સેવનથી ખોરાક આસાનીથી પચે છે. ખરેખર તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમને પાચનતંત્રને મજબૂત કરવામાં મદદરુપ સાબિત થાય છે. ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી ડાયેરિયા અને ગેસ જેવી સમસ્યાઓ ઉદ્ભવતી નથી એટલે કે પાચન બરોબર થાય છે. પાચન સબંધિત કોઈ સમસ્યા હોય તો તમારા આહારમાં નિયમિતપણે સામેલ કરી શકાય.


તરબૂચનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે...

તરબૂચનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે. વાસ્તવમાં તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પાણીની સામગ્રી હોય છે. જો તમે તરબૂચમાં માત્ર નાસ્તા તરીકે લો છો તો તે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહેશે. આ ઉપરાંત  તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. તરબૂચના આ ગુણોને કારણે તેનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે.


તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે...

તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. આનું સેવન કરવાથી તમારા શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. ઉપરાંત, તે પીઠનો દુખાવો, ચક્કર, શુષ્ક મોં, બ્લડ પ્રેશરની સમસ્યાઓ જેવી ડિહાઇડ્રેશનની સમસ્યાઓથી રાહત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ઉનાળામાં ડીહાઈડ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે તમે નિયમિત રીતે તરબૂચનો રસ પી શકો છો.


તરબૂચમાં વિટામિન A અને C એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે...

તરબૂચમાં વિટામિન સી માત્રા ભરપુર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરુપ થઈ શકે છે. તેમજ તરબૂચમાં ફાઇબરનુ પ્રમાણ હોય છે, જે તમને પાચનમાં મદદ કરી શકે છે અને આંતરડામાં ઉગતા બેક્ટેરિયાનો નાશ કરી શકે છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારી શકે છે. તે વિટામિન A (તરબૂચના વિટામિન)માં પણ ભરપૂર છે. વિટામિન A અને C એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે વજન ઘટાડવામાં અસરકારક છે. જયારે તરબૂચનું સેવન કરવાથી મસલ્સને મજબૂત બનાવી શકાય છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સ અને એમિનો એસિડ સિટ્રુલિનથી સમૃદ્ધ છે, જે સ્નાયુના દુખાવાને ઘટાડવામાં ફાયદાકારક હોઈ શકે છે.


તરબૂચમાં સિટ્રુલિન નામનું એમિનો એસિડ હોય છે...

તરબૂચમાં સિટ્રુલિન નામનું એમિનો એસિડ હોય છે, જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં જો તમને બ્લડ પ્રેશરને લગતી કોઈ સમસ્યા હોય તો તરબૂચ ખાઓ. અને તરબૂચમાં લાઇકોપીન હોય છે. તે એક અસરકારક એન્ટીઑકિસડન્ટ છે, જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. આ સિવાય તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન-એ હોય છે, જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે વધુમાં તરબૂચમાં વધારે માત્રામાં પાણી હોય છે જે પરસેવાના રૂપમાં અતિરિક્ત તરલને શરીરની બહાર કરે છે. જેનાથી ઉનાળામાં તમારું શરીર ઠંડુ રહે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application