Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત

  • April 03, 2021 

વાપીના ચલા સ્થિત અપના ઘર સોસાયટીમાં પ્લોટ નંબર-30માં રહેતા 47 વર્ષીય બચકુનભાઈ ફીથોરીભાઈ કામતિ પોતાની સુઝીકી એક્સેસ મોપેડ નંબર જીજે/15/ડીજે/9412 ઉપર પત્ની સાથે કરવડ ગામે જમાલભાઈના ભંગારના ગોડાઉન ઉપર પ્લાસ્ટિકના સ્ક્રેપનો માલ ખરીદવા આવ્યા હતા અને ખરીદેલો માલના ચૂકવવાના પૈસા ઓછા પડતા તેઓ પરત વાપી ચલા ખાતે પત્ની બિના સાથે ઘરે રૂપિયા લેવા જઈ રહ્યા હતા.

 

 

 

 

તે સમયે ડુંગરા ગામના, ડુંગરી ફળિયાના હનુમાન મંદિરની નજીક એક ટાટા ટ્રક નંબર એમએચ/43/વાય/8374ના ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બચકુનભાઈના મોપેડને પાછળ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બચકુનભાઈ તથા તેમના પત્ની બિનાબેન બંને રોડ ઉપર પટકાયા હતા.

 

 

 

 

આ અકસ્માતમાં બિનાબેનના માથા ઉપરથી ટ્રકનું ડાબી સાઈડનું પાછળનું વ્હીલ ચઢી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમને લોહીલુહાણ હાલતમાં 108માં વાપી હરિયા હોસ્પિટલમાં લઈ જવાય હતા. પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ નાસી છુટ્યો હતો. આ ઘટના અંગે ડુંગરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application