Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકનાં મોત

  • October 09, 2021 

ઉમરગામ સંજાણ રોડ પર ગતરોજ બપોરના અરસામાં બે બાઈક સામ-સામે અથડાતા સ્થાનિક બે યુવકના મોત નીપજ્યા હતા. બનાવ અંગે બંને યુવકના ગામમાં ગમગીન છવાઈ ગયો હતો. ઉમરગામ સંજાણ રોડ ઉપર પ્રકાશ સ્ટીલેજ કંપનીથી થોડે આગળ ચીરાખાડી પાસે ગતરોજ બપોરેના સમયે અઢી વાગ્યાની આસપાસ માર્ગ ઉપર બાઇક સામ-સામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ઉમરગામ તાલુકાના ટીંભી ગામે કોળીવાડમાં રહેતા હર્ષ મહેશ માછી (ઉ.વ.23)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રતીક રાજકિરણ માહયાવંશી (ઉ.વ.20, રહે.દેહરી રામવાડી) ને ગંભીર ઈજા થતાં 108ની મદદથી વાપી હરિયા હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે એને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application