Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી દારૂની 108 બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

  • March 14, 2021 

વાપી ટાઉન પોલીસ ચોથીયા. પોઈન્ટ પાસે પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન એક સફેદ કલરની  હોન્ડા સીટી કાર નંબર જીજે/05/સીડી/6895ને રોકી અંદર સવાર બે ઈસમો, ભરત શીવા સુરતી તથા નિમેશ રતિલાલ પટેલ (બંને રહે.સુરત) ને પકડી તેમની કારની તપાસ હાથ ધરી હતી.

 

 

 

તપાસ હાથ કાર માંથી દારૂની 108 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 86,400/- તથા 3 લાખની કાર અને 2 નંગ મોબઈલ ફોન મળી પોલીસે કુલ રૂપિયા 3,90,000/- નો મુદ્દમાલ જપ્ત કરી, પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા છે અને ક્યાં લઈ જવાના હતા તેમ પુછતા ઈસમોએ જણાવેલ કે, દારૂ દમણથી કાલુભાઈ નામના શખ્સે ભરાવી આપ્યો હોવાનું અને તે સુરત ખાતે લઈ જવાના હોવાનું જણાવ્યું હતું. પોલીસે પ્રોહી. એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application