વાપી ટાઉન પોલીસને મળેલ બાતમીનાં આધારે, દમણ તરફથી વાપી ગોલ્ડ કોઈન સર્કલ થઈ સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ફોર વ્હીલર નંબર જીજે/15/સીએ/5784માં ગેર-કાયદેસર દારૂનો જથ્થો ભરી લઈ જવાઈ રહ્યો છે.
જે બાતમીનાં આધારે, વાપી ટાઉન પોલીસે ગોલ્ડ કોઈન સર્કલ પાસે વોચ ગોઠવી હતી, તે સમય દરમિયાન બાતમીવાળી કાર દમણ તરફથી આવતી જણાતા તેને રોકવામાં આવી હતી. જે બાદ અંદર બેસેલા બે ઈસમોને બહાર ઉતારી કારની તપાસ હાથ ધરતા કારમાંથી દારૂની 1656 બોટલો અને ટીન મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1.78 લાખ હતી તથા બે મોબઈલ ફોન અને 5 લાખના કીંમતની કાર મળી કુલ રૂપિયા 6,82,000/-નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરની તપાસ કરતા તે કારનો નંબર ખોટો નીકળ્યો હતો.
આ સાથે જ કારમાંથી એક છૂટી નંબર પ્લેટ પણ મળી આવી હતી. તેથી આ કાર બોગસ નંબર પ્લેટ લગાવીને ગેર-કાયદેસર દારૂ વહન કરી જનાર યોગેશ હળપતિને પકડીને તેમણી પૂછપરછ કરતા આ માલ દમણથી દિવ્યેશ પટેલે ભરાવ્યો હોવાનું જાણાવ્યું હતું. વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી બે ઈસમોની ધરપકડ કરી એકને વોન્ડેટ જાહેર જાહેર કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500