વાપી ટાઉન પોલીસને મળેલ બાતમીના આધારે, એક પીકઅપ ટેમ્પોમાં મમરાના કોથળાની આડમાં છુપાવી લઈ જવાતા 1.56 લાખના દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસની કાર્યવાહી હાથ ધરી.
વાપી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, મિતેશ ઉર્ફે જીતુ ઉર્ફે રવુ ધીરુ પટેલ (રહે.દમણ) તેના માણસો મારફતે એક પીકઅપ ટેમ્પો નંબર જીજે/15/વાયવાય/2418માં દમણથી મમરાના કોથળાની આડમાં ઈંગ્લીશ દારૂ તથા બિયરની પેટીઓ ભરી કચીગામ થઈ નેશનલ હાઈવે તરફ જનાર છે. તેથી પોલીસે ટીમ બનાવી ગોલ્ડ કોઈન સર્કલ પાસે અગની બેકરી સામે વોચ ગોઠવી દીએધી હતી. તે સમયે બાતમીવાળો પીકઅપ ટેમ્પો આવતો જણાતા પોલીસે તેને રોકી, ચાલક તથા સાથે બેસેલ ઈસમ બંનેને નીચે ઉતારી ફાળકામાં તપાસ કરાતા મમરાના કોથળામાં ભરેલા મમરાની આડમાં દારૂની પેટી મળી આવી હતી. જેમાં દારૂની પેટી 1896 બોટલો તથા ટીન મળી આવી હતી.
પોલીસે પીકઅપ ચાલક ગૌરવ મોહન યાદવ તથા ક્લીનર અખિલેશ મેવાલાલ રાયપુરિયા એમ બંનેની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો દમણ કચીગામ પાવર હાઉસ પાસેથી મિતેશ ઉર્ફે જીતુએ ભરાવી આપ્યો હતો ને દારૂ સુરત ભેસ્તાન ખાતે શેઠ મોહસીન ઉર્ફે કલ્લુ ડફર (રહે.સુરત) તથા શેઠ અમરભાઈ (રહે.સુરત) એ મંગાવ્યો હતો. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી અગલ્નિએ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500