વાપી રેલ્વે પોલીસ રેલ્વે પ્લેટફોર્મ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમય દરમિયાન ત્રણ મહિલાને શંકાસ્પદ હાલતમાં પ્લેટફોર્મ ઉપર જોતા અને તેના શરીરે તેણે કઈક બાંધ્યું હોવાની શંકા જતા મહિલા પોલીસકર્મી સાથે રાખી આ ત્રણેય મહિલાને પકડી પાડી અને તેમની તલાસી લેતા શરીરે દારૂની બોટલો સેલોટેપથી લપટેલી હાલતમાં મળી આવી હતી.
જેમાં સરીતાબેન સંદિપભાઈ ઢેપેના શરીરે 44 નંગ બોટલો, અન્નુબેન સોમાભાઈ માછાઈની પાસે 24 નંગ બોટલો તથા મનીષાબેન વિકાસભાઈ યાદવ પાસેથી શરીરે લપેટેલી 24 બોટલો એમ કુલ મળી વ્હીસ્કીની 92 બોટલો મળી આવી હતી. આ ત્રણેય મહિલાની પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, મહિલાઓ પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગેર-કાયદેસર દારૂનો જથ્થો દમણથી ખરીદી કરી સુરત લઈ જઈ વેચાણ કરતી હતી. વાપી રેલ્વે પોલીસે ત્રણેય મહિલાની પ્રોહી. ગુનામાં અટક કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application