ઉમરગામ તાલુકાના ભીલાડ પાસે વલવાડા હાઈવે ઉપર ટ્રક અને ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણને ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પુણાથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ બસ નંબર જીજે/18/એઝેડ/5858 જઈ રહી હતી. તે સમય દરમિયાન ભીલાડ નજીક વલવાડા મુંબઈથી વાપી તરફ જતા હાઈવે ઉપર એક ટ્રક નંબર એચઆર/55/વી/7231ના ચાલકે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ડીવાઈડર કુદાવી ટ્રક બસ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર પેસેન્જર પૈકી ત્રણ જણાને નાની-મોટી ઈજા થતા સારવાર માટે હરિયા હોસ્પિટલ વાપી ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત સવારે સાડા ચારેક વાગ્યે સર્જાયો હતો.
આ બનાવ અંગે બસના ચાલક ગૌતમસિંગ ભવનસિંગએ ટ્રક ચાલક વિરુદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application