Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ત્રણેય ઈસમોને ઝડપી પાડ્યા

  • February 15, 2021 

વાપી ટાઉનનાં 32 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નટુભાઈ પટેલ તા.10/02/2021નાં રોજ નોકરીમાં ઓફ હોવાથી પોતાના ઘરે ટુકવાડા ગામે હાજર હતા અને તેઓ જમીને રાત્રીના સમયે પોતાની પલ્સર મોટરસાઈકલ ઉપર આંટો મારવા નીકળ્યા હતા.

 

 

 

તે સમયે ટુકવાડા ગામે રેનોલ્ટ શો-રૂમ સામે ત્રણ ઈસમો રસ્તો ઓળંગવા ગયા હતા. ત્યારે અચાનક તેમની સામે આવી જતા તેઓએ તે ત્રણેય ઇસમોને આજુ-બાજુ જોઈને રસ્તો ઓળંગવા સલાહ આપી હતી. તેથી તે ત્રણેય ઈસમોએ ઉશ્કેરાઈ જઈને તેમના ઉપર હુમલો કર્યો હતો. તેથી તે ઈસમોએ ઉશ્કેરાઈ જઈને તેમના ઉપર હુમલો કર્યો હતો.

 

 

 

જે પૈકી બે ઈસમો ઝડપાઈ ગયા હતા. જયારે એક નાસી છુટ્યો હતો. આ નાસી છુટેલા હુમલાખોર ગોવિંદ કેસરી કૈલાસ રાજભર(ઉ.વ.23)ને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો.

 

 

 

આમ, આ બનાવ અંગે પોલીસે આરોપી ક્રિષ્ના અનીલ ગોંડ, ગણેશ નેહરુ પ્રસાદ ગોંડ અને ગોવિંદ કેસરી કૈલાસ રાજભર એમ ત્રણેયની અટક કરી કોર્ટમાં રજુ કરી કાર્યવાહી હાથ ધરી હતી.             


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application