વાપી હાઇવે સ્થિત મામલતદાર ઓફિસની સામે સુરત તરફ જવાના ટ્રેક ઉપર કાર ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતા પારડીના યુવકને ઇજા પહોંચી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પારડી સવાધ્યાય મંડળ રોડ સ્થિત જલારામ નગરમાં રહેતા જયનેશ શાંતિલાલ લાડ (ઉ.વ.34) જે ગત તા.27મી સપ્ટેમ્બરના રોજ પોતાની બાઇક નંબર જીજે/21/એઇ/7237 લઇને વાપીથી પારડી ઘરે જઇ રહ્યા હતા. તે સમય દરમિયાન વાપી હાઇવે સ્થિત મામલતદાર ઓફિસની સામે પાછળથી પૂરઝડપે આવતી કાર નંબર જીજે/15/સીએલ/7191નાં ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી જેથી બાઇક ચાલક રોડ ઉપર પટકાતા તેને નાની મોટી ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવ અંગે ગતરોજ ઇજાગ્રસ્ત યુવકના સંબંધીએ વાપી ટાઉન પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application